Home> Gujarat
Advertisement
Prev
Next

ભારતબંધ: ગુજરાતમાં બપોર બાદ પણ ઠેર-ઠેર દેખાવો, બસોના રૂટ બંધ થવાથી મુસાફરો તકલીફમાં

બંધને પગલે મોટાભાગના વિસ્તારોમાં સુરક્ષાના ભાગરૂપે બસોના રૂટબંધ કરી દેતા મુસાફરોને મોટી સંખ્યામાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

ભારતબંધ: ગુજરાતમાં બપોર બાદ પણ ઠેર-ઠેર દેખાવો, બસોના રૂટ બંધ થવાથી મુસાફરો તકલીફમાં

અમદાવાદ: ભારતબંધને ગુજરાતમાં સારો એવો પ્રતિસાદ મળ્યો છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાજ્યના અનેક વિસ્તારોમાં બંધ કરવાનો પ્રયત્ન કર્યો હતો. અનેક જગ્યાએ પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ધર્ષણ થયું હતું. પ્રદર્શન કરી રહેલા મોટાભાગના કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. તો બીજી તરફ બંધને પગલે મોટાભાગના વિસ્તારોમાં સુરક્ષાના ભાગરૂપે બસોના રૂટબંધ કરી દેતા મુસાફરોને મોટી સંખ્યામાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ તથા અરવલ્લીમાં પણ રાત્રી રોકાણ કરી રહેલી તમામ બસોને ડેપો પર પરત બોલાવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા. 

fallbacks

તસવીરોમાં જોવો ભારત બંધની ગુજરાતના અલગ-અલગ શહેરોમાં કેવી થઇ અસર

બંધથી બસોના રૂટો બંધ કરાતા મુસાફરોને હાલાકી
ભારતબંધના પગલે ગુજરાતમાં સવારથી જ કોંગ્રેસ ધારાસભ્યો દ્વારા ઠેર-ઠેર દેખાવો કરવામાં આવ્યા હતા, તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા મોટા ભાગની બસોના રૂટો બંધ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે સુરેન્દ્રનગરમાં 63 જેટલી બસોના રૂટ બંધ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે અરવલ્લીમાં પણ તકેદારીના ભાગ રૂપે 90 જેટલી બસોના રૂટ બંધ કરી દેવાતા મુસાફરો તકલીફમાં મુકાયા હતા. જ્યારે બોટદમાં પણ મોટી સંખ્યામાં કોંગી કાર્યકરોનો જમાવડો વધી જતા પોલીસે 50 જેટલા કાર્યકરોની અટકાયત કરી જેથી બસોના રૂટ પણ બંધ કરવાની ફરજ પડી હતી. 

બંધનો વિરોધ કરી રહેલા રાજીવ સાતવ અને અમિત ચાવડાની પોલીસે કરી અટકાયત

ચક્કાજામથી પણ લોકોને પડી હાલાકી
રાજ્યમાં અનેક જગ્યાએ મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ દ્વારા રોડ અને રસ્તાઓ પર ભારત બંધને લઇને ચક્કાજામ કરવામાં આવ્યું હતું જેના લીઘે મુસાફરો અને વાહન ચાલકોને મોટી સંખ્યામાં હાલાકી ભોગવવાનો મોકો આવ્યો હતો. અમદાવાદ ઉદેપુર હાઇવે પર ચક્કા જામ કરતા વાહનોની મોટી-મોટી લાઇનો લાગી હતી. કોંગ્રેસ દ્વારા રાજ્યમાં ટાયરો સળગાવીને વિરોધ કરતા હાઇવે પર વાહનોની મોટી લાઇનો લાગી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More