રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ (Rajkot) માં 17 જાન્યુઆરીના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચે વનડે મેચ રમારનાર છે. ત્યારે આજે ટીકિટ બુકિંગના પહેલા દિવસે જ બુકિંગ ફુલ થઈ ગયું છે. ઓનલાઈન બુકિંગ (online booking) ખૂલ્યાના ગણતરીના કલાકોમાં જ રૂપિયા 500 અને 800ની ટિકીટનું બુકિંગ ફુલ થઈ ગયું હતું. ટીકિટનું ઓનલાઈન વેચાણ શરૂ થતા પ્રથમ દિવસે જ બુકિંગ ફૂલ થઈ ગયુંય
રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આગામી 17 જાન્યુઆરીના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક દિવસીય ક્રિકેટ મેચ યોજાવા જઇ રહી છે, જેનું ઓનલાઈન ટિકીટ વેચાણ ગઇકાલથી શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસથી જ ઓનલાઈન બુકીંગમાં ઓછી કિંમતની ટીકિટ એટલે કે રૂપિયા 500 અને 800ની ટીકિટનું ઓનલાઇન બુકીંગ ગણતરીની કલાકોમાં થયુ હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ‘બુક માય શો’ પર ઓનલાઇન ટીકિટનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેમાં દરેક કેટેગરીની ટીકિટનો ક્વોટા આપવામાં આવે છે. જેમાં સૌથી વધુ ડિમાન્ડ 500 અને 800 રૂપિયાની ટિકિટમાં જોવા મળી રહ્યો છે.
5 જાન્યુઆરી : ભારત vs શ્રીલંકા, પહેલી ટી20 (ગુવાહાટી)
7 જાન્યુઆરી : ભારત vs શ્રીલંકા, બીજી ટી20 (ઈન્દોર)
10 જાન્યુઆરી : ભારત vs શ્રીલંકા, ત્રીજી ટી20 (પૂણે)
14 જાન્યુઆરી : ભારત vs ઓસ્ટ્રેલિયા, પહેલી વનડે (મુંબઈ)
17 જાન્યુઆરી : ભારત vs ઓસ્ટ્રેલિયા, બીજી વનડે (રાજકોટ)
19 જાન્યુઆરી : ભારત vs ઓસ્ટ્રેલિયા, ત્રીજી વનડે(બેંગલુરુ)
24 જાન્યુઆરી : ભારત vs ન્યૂઝીલેન્ડ, પહેલી ટી20 (ઓકલેન્ડ)
6 જાન્યુઆરી : ભારત vs ન્યૂઝીલેન્ડ, બીજી ટી 20 (ઓકલેન્ડ)
29 જાન્યુઆરી : ભારત vs ન્યૂઝીલેન્ડ, ત્રીજી ટી20 (હેમિલ્ટન)
31 જાન્યુઆરી : ભારત vs ન્યૂઝીલેન્ડ, ચોથી ટી20 (વેલિંગ્ટન)
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી હિમાંશુ શાહે જણાવ્યું હતું કે, રૂપિયા 500 અને 800ના દરની ટીકિટનું ગણતરીની કલાકોમાં બુકીંગ થઇ ગયું છે. જે જોતા આ મેચમાં સારો પ્રતિસાદ મળે તેવી આશા છે. ઉલ્લેખનીય છે કે, ટીકિટ બુકીંગ માટે ફાળવવામાં આવતો સમયની કોઈ પણ જાણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન કે ‘બુક માય શો’ની વેબસાઈટ પર કરવામાં આવ્યો નથી, જેના કારણે ક્રિકેટ રસિકો દુવિધામાં જોવા મળી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે