Home> Gujarat
Advertisement
Prev
Next

ક્રિકેટમાં ભારતનો પરચમ લહેરાવનાર આ ક્રિકેટરની હાલત જોઇને આવશે દયા, કરે છે વેઇટરની નોકરી

International Disabled Cricket Team: ઈમરાને પોતાની ખોડને ભૂલી દોડવાની કોશિશ કરી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ રમી પોતાની સક્ષમતા સાબિત કરી. બે બાળકોનો પિતા દિવ્યાંગ ઈમરાન આગામી ઓક્ટોબરમાં ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તૈયારી કરી રહ્યો છે.

ક્રિકેટમાં ભારતનો પરચમ લહેરાવનાર આ ક્રિકેટરની હાલત જોઇને આવશે દયા, કરે છે વેઇટરની નોકરી

ધવલ પારેખ, નવસારી: કુદરત આગળ માણસ પાંગળો છે, પણ માણસ ચાહે તો કુદરતી ખોડને અવગણીને આત્મબળથી સફળતાના શિખરો સર કરી શકે છે. આવું જ કાઈ જન્મથી પગમાં ખોડ હોવા છતાં નવસારીના ઈમરાન મલેકે સતત મહેનત થકી આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ ક્રિકેટમાં ભારતનો પરચમ લહેરાવ્યો છે. પરંતુ ભારતીય ક્રિકેટરોની જાહોજલાલીથી વિપરીત આ દિવ્યાંગ ક્રિકેટર કેન્ટીનમાં વેઈટરની નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા મજબુર છે.

fallbacks

નવસારીની ખાનગી હોસ્પિટલની કેન્ટીનમાં ગ્રાહકોને ચા-નાસ્તો સર્વ કરી રહેલો આ દિવ્યાંગ યુવાન ભારતીય દિવ્યાંગ ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર ક્રિકેટર છે. નવસારીનો આ દિવ્યાંગ ઈમરાન મલેક પાકિસ્તાન સામેની ક્રિકેટ મેચમાં મેન ઓફ મેચ રહ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં 5 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી ચુક્યો છે. પરંતુ બદનસીબી એ છે કે સંયુક્ત પરિવારમાં રહીને ભારત માટે રમતો આ ક્રિકેટર પોતાનું ગુજરાન ચલાવવા 12 હજાર રૂપિયાની વેઈટરની નોકરી કરી રહ્યો છે. ઈમરાનને જન્મજાત ડાબા પગમાં એડી ન હતી. જેથી ઈમરાન પોતાના પગ પર ચાલતો થાય એ હેતુથી બાળપણમાં બે ઓપરેશનો થયા, જેમાં વાંકો પગ થોડો સીધો થયો, પણ પગમાં કાયમી ખોડ રહી ગઈ. 

25 વર્ષ જૂના ભંગાર સાધનોથી પ્રેકટિસ કરીને પણ વિશ્વફલક પર ગજવ્યું ગુજરાતનું નામ

જોકે ઈમરાને પોતાની ખોડને ભૂલી દોડવાની કોશિશ કરી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ રમી પોતાની સક્ષમતા સાબિત કરી. બે બાળકોનો પિતા દિવ્યાંગ ઈમરાન આગામી ઓક્ટોબરમાં ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તૈયારી કરી રહ્યો છે. જોકે ઈમરાન સરકારી સહાય મળવા સાથે જ સરકારી નોકરી મળે, તો આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની રમતને ઓર નિખારી શકે એવી આશા સેવી રહ્યો છે.

16 કરોડનું ઇંજેક્શન બચાવી શકે છે માસૂમની જીંદગી, ધૈર્યરાજની માફક છે દુર્લભ બિમારી

ઈમરાનનો સંયુક્ત પરિવાર છે. જેને કારણે મોંઘવારીના જમાનામાં બે પગ ભેગા કરવા પણ મુશ્કેલ થાય છે. જ્યારે ઈમરાન આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ રમીને આવે છે, ત્યારે એના બંને બાળકો અબ્બા હમારે લિયે ક્યાં લાયે..? નો પ્રશ્ન કરે છે, ત્યારે ઈમરાન નિઃશબ્દ થઈ જાય છે. કારણ ઈમરાન મેચમાં જીતીને મેડલ અને સર્ટિફિકેટ લઈ આવ્યો હોય છે, પણ નબળી આર્થિક સ્થિતિને કારણે બાળકો માટે કાંઇ લાવી શકતો નથી, જેથી ફક્ત બાળકોને ગળે લગાડીને વ્હાલ કરી લે છે.

આગામી 3 કલાકમાં અમદાવાદ પર ત્રાટકશે આકાશી આફત, વિજળીના કડાકા સાથે છવાયો અંધારપટ

ઈમરાનની પત્ની સુમૈયા મલેકે જણાવ્યું હતું કે રમત ક્ષેત્રના નિષ્ણાંતોના મતે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ વિશ્વનું સૌથી ધનવાન બોર્ડ છે. તેમછતાં દિવ્યાંગ ક્રિકેટરોની અનદેખી થાય છે. ભારતીય ક્રિકેટરોને જે રીતે સુવિધાઓ મળે છે, એ રીતે દિવ્યાંગ ક્રિકેટરોને નથી મળતી. પરંતુ હવે ક્રિકેટને પણ ઓલમ્પિક ગેમ્સમાં સમાવવાની ચળવળ ચાલી રહી છે, જેથી હવે ક્રિકેટરોને પણ સ્પોર્ટ્સ ક્વોટામાં સ્થાન મળવાનો રસ્તો ખુલ્લો થયો છે, જેથી હવે દિવ્યાંગ ક્રિકેટરોને પણ સરકારી લાભ મળવાની આશા જાગી છે.

ગુજરાત રમતમાં બાળકોને આગળ લાવવા ખેલ મહાકુંભ કરે છે. પણ આંતરરાષ્ટ્રીય સ્તરે સામાન્ય ક્રિકેટરોને જે સુવિધા મળે છે, એવી સુવિધાઓ દિવ્યાંગ ક્રિકેટરોને નથી મળતી, જે ઈમરાન જેવા દિવ્યાંગ ખેલાડીઓને માટે નિરાશારૂપ છે. જેથી સરકારે દિવ્યાંગ ક્રિકેટને પણ પ્રોત્સાહન આપવું જ રહ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More