Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત સરકાર અમને મદદ કરે : આ દેશમાં 100 ગુજરાતીઓ ફસાયા, કરગરી રહી છે દીકરીઓ

Kyrgyzstan Violence : કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં સ્થાનિકોની વિદેશીઓ સાથે અથડામણ થઈ રહી છે. આ ઘટનામાં ભારતના 17 હજારથી વિદ્યાર્થીઓ ફસાયા છે. કેન્દ્ર સરકારે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા છે. અહીં 100 ગુજરાતીઓ ફસાયેલા છે. 
 

ગુજરાત સરકાર અમને મદદ કરે : આ દેશમાં 100 ગુજરાતીઓ ફસાયા, કરગરી રહી છે દીકરીઓ

Kyrgyzstan Mob Attack :  કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓની સાથે સ્થાનિક લોકોએ મારપીટની ઘટનાથી હાલ ચકચાર મચી ગઈ છે. રિપોર્ટ અનુસાર, અહીં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને પણ નિશાન બનાવાયા છે. સ્થાનિક લોકોએ પાકિસ્તાની વિદ્યાર્થીઓની જોરદાર પીટાઈ કરી હતી. જેના બાદથી કિર્ગિસ્તાનમાં અન્ય દેશોમાંથી આવીને ભણતા વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ ફેલાયો છે. કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓ બિશ્કેક શહેરમાં ફસાયા છે. ત્યારે કિર્ગિસ્તાનમાં MBBS નો અભ્યાસ કરી રહેલા સુરતની રીયા લાઠીએ ત્યાંની પરિસ્થિતિનો ચિતાર વર્ણવ્યો હતો. તેણે કહ્યું કે,  તે ખૂબ જ ભયના માહોલમાં જીવી રહી છે અને બને તેટલી વહેલી તકે ભારત આવવા માંગે છે.

fallbacks

કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં સ્થાનિક લોકોની કેટલાક વિદેશીઓ સાથે અથડામણ બાદ મામલો બિચક્યો છે. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં વિદ્યાર્થીઓ પર હુમલા થયા છે. હાલમાં કિર્ગિસ્તાનમાં 17 હજાર ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં રહીને અભ્યાસ છે. ત્યાર કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓ બિશ્કેક શહેરમાં ફસાયા છે. છેલ્લા એક સપ્તાહથી બહાર નથી પણ શક્તા નથી. વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા આપવામાં આવે ભોજન આવી રહ્યું છે. એરપોર્ટ પર ભારે ધસારો હોવાથી કેટલીક ફ્લાઈટ રદ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ગુજરાત અને કેન્દ્ર સરકારને મદદ માટે અપીલ કરી રહ્યાં છે.  

10 રૂપિયાના સિક્કા માટે રાજકોટ કલેક્ટરને કેમ કરવી પડી અપીલ, ગંભીર બન્યો આ મુદ્દો

મૂળ ભાવનગર પાલીતાણાના વતની અને હાલ સુરતમાં રહેતા પરિવારની દીકરી રીયા લાઠીયા હાલ કિર્ગિસ્તાનથી MBBS કરી રહી છે. રિયા સાથે ફ્લેટમાં અન્ય 4 સાઉથ ઇન્ડિયાની છોકરીઓ રહે છે. રીયા લાઠીયાએ ઝી 24 કલાકને જણાવ્યું કે, અહી વિદ્યાર્થીઓ બહાર નીકળી શક્તા નથી. ડરનો માહોલ બન્યો છે એક અઠવાડિયાથી અમે બહાર નીકળ્યા નથી. ફ્લેટનું બારણું પણ અમે ખોલી શક્તા નથી. ઝગડો સ્થાનિક અને અરેબિયન વચ્ચે થયો છે. પરંતું તેમાં બાંગ્લાદેશ, ઈન્ડિયન અને પાકિસ્તાની વિદ્યાર્થીઓને વચ્ચે લાવવામાં આવ્યા છે. મારપીટ થઈ રહી છે, અહીં અનેક છોકરીઓના રેપ પણ થયા છે, કેટલાકને ઈજા પહોંચાડવામાં આવી છે. અમને જમવાનું પણ નથી મળી રહી, યુનિ અમને મદદ કરી રહી છે અને જમવાનું પહોંચાડી રહી છે.

હાર્ટ એટેકથી મોતના લાઈવ દ્રશ્યો : મોરબીમાં ધૂણતા ધૂણતા ભુવાજીનું મોત, ડરામણો માહોલ

તેણે વધુમાં કહ્યું કે, અમારી ફ્લાઈટ વારંવાર કેન્સલ થઈ રહી છે. એરપોર્ટ પર અમારી લગેજ બેગ ફેંકી રહ્યા છે. એરપોર્ટ પર પણ લોકોને મારી રહ્યાં છે.  અમે ઘરે પણ જઈ શક્તા નથી. મારા ગ્રુપમાં અહીં 50 જેટલા લોકો છે. અહી 1000 જેટલા ગુજરાતીઓ તો હશે જ. મારી પરિવાર સાથે વાત ઓછી થઈ રહી છે, કારણ કે નેટવર્ક વારંવાર જતુ રહે છે. મદદ કોઈ મળી નથી રહી. સરકાર અમને કોઈ મદદ નથી કરી રહી. ઈન્ડિયન એમ્બેસીમાં પણ અમે ફોન કરીએ છીએ, પણ કોઈ રિસ્પોન્ડ નથી આવ્યો. 

ગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાય

મદદની આશા સાથે રીયાએ કહ્યું કે, અમને કોઈ ફ્લાઈટ મોકલાઈ નથી, તેલંગણાના સરકારે ફ્રીમાં ફ્લાઈટ મોકલી છે. તે અમારી વિનંતી છે કે ગુજરાત સરકાર પણ અમને મદદ કરે. અમને અહીં સર્વાઈવ કરવું મુશ્કેલ બન્યું છે. હાલ તો અમારા ઘરની નીચે પોલીસ બંદોબસ્ત છે, એટલે કોઈ પ્રોબ્લમ નથી આવ્યા. અમે દરવાજાની પાસે આડસ ગોઠવી દીધા છે, જેથી તે લોકો અંદર આવી ન શકે. અમારા ફ્લેટના માલિક સારા છે. પંરુત કેટલાક વિસ્તારોમાં ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાય છે. તેથી સરકારને વિનંતી છે કે, ફ્લાઈટ મોકલીને અમને મદદ મોકલો. અમને જે હેલ્પલાઈન નંબર અપાયા છે, તેમાં ફોન નથી લાગી રહ્યાં. કેટલાક નંબર ફેક છે, કોલ કરીએ તો લોકેશન ટ્રેસ કરીને અમારા ઘરે પહોંચી રહ્યાં છે. 

લાડકોડથી સાસરી લાવેલી વહુએ તેવર બતાવ્યા , દિયર અને સસરાને ભોજનમાં ઝેર પીવડાવ્યું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More