ઉદય રંજન/અમદાવાદ: ભારતનો કુખ્યાત અંડરવર્લ્ડ ડોન રવી પૂજારી આફ્રિકાની સેનેગલ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ આફ્રિકામાંથી ફરાર થઇ ગયો હોવાન અહેવાલ મળી રહ્યા છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર અંડરવર્લ્ડ ડોન રવી પૂજારી આફ્રિકાના સેનગલ કોર્ટે જામીન મંજૂર કરતાં જ ફરાર થયો છે.
ભારતમાં રવી પૂજારી સામે 200 કરતા પણ વધુ ગુન્હા પોલીસ ચોપડે નોંધાયેલા છે. ગુજરાતમાં પણ તેનો ખંડણી માંગવાના અનેક ગુનાઓ પોલીસ ચોપડે ચડ્યા છે. 21 જાન્યુઆરી 2019ના રોજ સેનેગલ ખાતે તેની ધરપકડ થઇ હતી. સેનગલમાં છેતરપીંડી કેસમાં રવિ પૂજારીની ધરપકડ કરવામાં આવી હતી. સેનેગલ આવવા પૂર્વે પૂજારી બર્કિના ફાસો ખાતે રહેતો હતો. રવિ સેનેગલ છોડીને ત્યાંથી ફરાર થઇ જતા ભારતીય એજન્સીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.
જુઓ LIVE TV
સાઉથ આફ્રિકાની કોર્ટમાંથી જામીન મળ્યા બાદ રવિ પૂજારી આફ્રિકામાંથી ફરાર થયો છે. ભારતીય એજન્સીઓની ખામીને કારણે પૂજારીને પરત લાવી શક્યા નહિ. પૂજારી વિરુદ્ધ ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે. મહત્વનું છે, કે રવિ પૂજારા નામ બદલીને એન્થની ફર્નાન્ડિસ રાખ્યું છે. તેની પાસે બુર્કિના ફાસો દેશનું નાગરિકત્વ હોવાનો દાવો સૂત્રો દ્વારા કરવામાં આવ્યો છે. મહત્વનું છે, કે રવિ પૂજારી પાસે શ્રીલંકન પાસપોર્ટ પણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે