Home> Gujarat
Advertisement
Prev
Next

Corona: વડોદરામાં કોંગ્રેસના કોર્પોરેટર અમીબેન રાવત કોરોનાથી સંક્રમિત

કોર્પોરેટર અમીબેનના પતિ અને પ્રદેશ કોંગ્રેસના સીનિયર નેતા નરેન્દ્ર રાવતનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 

Corona: વડોદરામાં કોંગ્રેસના કોર્પોરેટર અમીબેન રાવત કોરોનાથી સંક્રમિત

રવિ અગ્રવાલ, વડોદરાઃ વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના (Corona Cases in Vadodara) વાયરસનું સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યું છે. અત્યાર સુધી અનેક લોકો કોરનાની ઝપેટમાં આવી ગયા છે. તો હવે વડોદરા શહેરમાં કોંગ્રેસના કોર્પોરેટર અમીબેન રાવત (Corporator Amiben Rawat) કોરોનાથી સંક્રમિત થયા છે. અમીબેનને શરૂઆતી લક્ષણો દેખાતા કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. કોર્પોરેટર અમીબેનના પતિ અને પ્રદેશ કોંગ્રેસના સીનિયર નેતા નરેન્દ્ર રાવતનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 

fallbacks

વડોદરા શહેરમાં શું છે કોરોનાની સ્થિતિ
વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાનું વધી રહેલું સંક્રમણ ચિંતાનો વિષય છે. ગઈકાલે વડોદરા જિલ્લામાં કુલ 120 કેસ સામે આવ્યા હતા. જિલ્લામાં કુલ કેસોની સંખ્યા 5 હજાર 951 થઈ ગઈ છે. તો કોરોનાને કારણે અત્યાર સુધી 106 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાની સારવાર બાદ વડોદરા જિલ્લામાં અત્યાર સુધી 4583 દર્દીઓ રિકવર થઈ ગયા છે. 

આશરે બે વર્ષ બાદ અમદાવાદ મહાનગર પાલિકાએ  પાંચ બ્રિજના નામકરણ કર્યાં

શું છે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્યમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો અત્યાર સુધી કુલ 74 હજાર 390 કેસ નોંધાયા છે. તો કોરોના મહામારીને કારણે રાજ્યમાં 2715 દર્દીઓના મૃત્યુ થયા છે. સારવાર બાદ રાજ્યમાં અત્યાર સુધી 57 હજાર 493 સાજા થયા છે. 

જુઓ LIVE TV

 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More