સમીર બલોચ/મોડાસા: અરવલ્લીના શામળાજી નજીક આવેલા વેણપુર પાસેથી પોલીસે મહારાષ્ટ્ર એચએસસી પરીક્ષા બોર્ડની સપ્લીમેન્ટ્રીની આડમાં સંતાડીને લઈ જવાતો 13.51 લાખનો વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડી દારૂ ગુસાડવા માટેની એક નવી મોડેસ ઓપરેન્ડીનો પરદાફાશ કર્યો છે. પોલીસે આ ગુનામાં ઉત્તર પ્રદેશના બે સખસોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બુટલેઘરો દ્વારા પરપ્રાંતમાંથી રાજસ્થાનના રસ્તે થઈ ગુજરાતમાં દારૂ ગુસાડવા માટે નિતનવા કિમીયા અપનાવી પોલીસની આંખમાં ધૂળ નાખવાના પ્રયત્નો કરાઈ રહયા છે. ત્યારે પોલીસ દ્વારા પણ બુટલેઘરોના કિમીયાને નાકામ બનાવી દારૂ ઝડપી પડાય છે. શામળાજી પોલીસ દ્વારા બુધવારે રાત્રી દરમિયાન બાતમી આધારે રાજસ્થાનના રસ્તે થઈ ગુજરાતમાં ગુસાડવામાં આવતા 13.51 લાખના વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડી દારૂ તેમજ ટ્રક સહિત કુલ 23.55 લાખના મુદ્દામાલને ઝડપીને દારૂ ગુજરાતમાં ઘુસાડવાની નવી મોડેસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે.
અત્યાર સુધીમાં બુટલેઘરો દ્વારા પરપ્રાંત માંથી ગુજરાતમાં દારૂ ગુસાડવા માટે જનરેટર જેવું બોક્ષ બનાવી , ઓઇલ ટેન્કર , દૂધ ટેન્કર જેવા જુદા જુદા કિમીયા અપનાવાઈ રહયા હતા. પરંતુ આ વખતે બુટલેઘરો દ્વારા દારૂ ગુસાડવા પરીક્ષા બોર્ડનો સહારો લેવાનો કીમિયો અપનાવી ટ્રકમાં મહારાષ્ટ્ર એચએસસી પરીક્ષા બોર્ડની સપ્લીમેન્ટ્રી ભરેલા 850 કાર્ટૂનની આડમાં દારૂનો જથ્થો ભરી ગુસાડવામાં આવી રહ્યો હતો. પોલીસે વધુ એક મોડેસ ઓપરેન્ડીને અસફળ બનાવી બુટલેઘરોની આ કોશિશને નાકામ બનાવી છે.
શામળાજી પોલીસ દ્વારા દારૂની સાથે ધરપકડ કરવામાં આવેલા 2 આરોપીઓમના નામ માતાદિન ખૂબચંદ ધોબી અને ચેનું ખૂબચંદ ધોબી છે. આ બંન્ને ઉત્તર પ્રદેશમાં આવેલા રાઠ જિલ્લાના પઠાનપુર તાલુકાના રહેવાસી છે. પોલીસે દારૂ સહિતનો મુદ્દા માલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે