Surat News : સુરતમાં ટેક્સટાઈલ માર્કેટ આખા દુનિયામાં ફેમસ છે. આખા દેશમાં કાપડ પૂરુ પાડતું સુરતનું ટેક્સટાઈલ માર્કેટને સપ્ટેમ્બરમાં દિવાળી જેવો માહોલ આવ્યો છે. સુરતના વેપારીઓને લોટરી લાગી છે. ચાર રાજ્યોમાં ચૂંટણી પ્રચાર સામગ્રી માટે સુરત કાપડ માર્કેટમાં ઈન્ક્વાયરી શરૂઆત થઈ ગઈ છે. ત્યારે સુરતના વેપારીઓને 100 કરોડના ઓર્ડર મળવાની આશા જાગી છે.
સુરતના કાપડ માર્કેટમાં અન્ય રાજ્યો કરતા સસ્તુ કાપડ મળે છે. તેથી સુરતના કાપડના માર્કેટને હવે ચાંદી જ ચાંદી છે. ચાર રાજ્યોમાં ચૂંટણી હોવાથી સુરતના કાપડ માર્કેટમાં સારો વેપાર મળવાની આશા જાગી છે. સુરતના કાપડ વેપારીઓનું માનવું છે કે, આ ચૂંટણીઓને કારણે સુરતના વેપારીઓને 100 કરોડથી વધુનો ઓર્ડર મળી શકે છે.
બ્રેકિંગ ન્યૂઝ : રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતમાં 11 ગુજરાતીઓના મોત
કાપડ માર્કેટના સૂત્રો અનુસાર, ચૂંટણી હોવાથી રાજકીય પાર્ટીઓ પ્રસાર પ્રચાર માટે ઝંડા, ટોપી, ખેસ, સાડી સહિતની વસ્તુઓ બનાવવા માટે ઓર્ડર આપી શકે છે. સાથે જ લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે. તેથી મોટાપાયે ઓર્ડર મળશે.
ચૂંટણી માટે ત્રણ મહિના પહેલા જ ઓર્ડર આવી જાય છે. હાલ અનેક રાજકીય પાર્ટીઓએ સુરતના વેપારીઓ પાસે ઈન્ક્વાયરી શરૂ કરી દીધી છે, તેથી ઓર્ડર પણ ટૂંક સમયમાં આવી જશે. કેટલાક વેપારીઓએ એડવાન્સમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે, અને ઉત્પાદનમાં લાગી ગયા છે.
સુરતના શાહ પરિવારની લાડલી પ્રિશા દીક્ષા લેશે, 12 વર્ષની દીકરી સંયમના માર્ગે જશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે