Home> Gujarat
Advertisement
Prev
Next

કરૂણ ઘટના; હવે પોતે તો ભાઈને રાખડી બાંધી નહીં શકે પણ અન્ય ભાઈઓની કલાઇ અકબંધ રાખી!

અંગદાનનો પ્રેરણારૂપ કિસ્સો: બે બહેનોના લાડકવાયા ભાઇને રક્ષાબંધનના દિવસે જ માર્ગ અકસ્માત નડ્યો! રક્ષાબંધને રાખડી બંધાવવા અમદાવાદ થી માદરે વતન જઇ રહેલા પ્રકાશભાઇને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી : ૬ દિવસની સધન સારવારના અંતે બ્રેઇનડેડ જાહેર કરાયા.

કરૂણ ઘટના; હવે પોતે તો ભાઈને રાખડી બાંધી નહીં શકે પણ અન્ય ભાઈઓની કલાઇ અકબંધ રાખી!

Ahmedabad Civil Hospital: બહેનોની રક્ષા કરવા ભાઇ સંકલ્પબધ્ધ હોય છે. બહેનના જીવનમાં ગમે તેવી ક્ષણ આવે, મુશકેલી આવે, પડકાર આવે ભાઇ તેની પડખે રહી બહેનની રક્ષા કરવા તૈયાર જ હોય છે. બહેન ભાઇના આ અતૂટ બંધનને અકબંધ રાખવા જ દેશમાં રક્ષાબંધન ઉજવાય છે. પરંતુ ગુજરાતમાં રક્ષાબંધનના દિવસે એક કરૂણ ઘટના બની . મૂળ સુરેન્દ્રનગરના વેળાવદરના વતની પ્રકાશભાઇ કે જેઓ અમદાવાદમાં પેટીયુ રળવા કેટલાક સમયથી સ્થાયી થયા હતા, તેઓ રક્ષાબંધનના રોજ અમદાવાદથી સુરેન્દ્રનગર માદરે વતન પોતાની બહેનો પાસે રાખડી બંધાવવા માટે જઇ રહ્યાં હતા. 

fallbacks

ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં ભારે વરસાદ આફત બન્યો! જાણો કયા જિલ્લામાં કેવી છે સ્થિતિ?

અમદાવાદથી સુરેન્દ્રનગર બાઇક પર જતા ગામના થોડા જ અંતર પહેલા તેમનું બાઇક સ્લીપ થઇ ગયું. તેઓ રસ્તા પર પડ્યા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી. પ્રારંભિક તબક્કે તેઓને સુરેન્દ્રનગરની એક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા તબીબોને ઇજા ગંભીર જણાઇ આવતા તેઓએ પ્રકાશભાઇને અમદાવાદ સિવિલ  હોસ્પિટલમાં રીફર કર્યા. 

આગામી 72 કલાક ખુબ જ ભારે! આ વિસ્તારોમા તબાહી લાવશે મેઘો, અંબાલાલની સૌથી ડરામણી આગાહી

જીવન અને મરણ વચ્ચે ૬ દિવસની લડત આપ્યા બાદ પ્રકાશભાઇને તારીખ ૨૪-૦૮-૨૦૨૪ના રોજ  તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ હવે અંગદાન માટે પરિવારજનોની સંમતિ મેળવવી ખુબ જ જરૂરી હતી. જેથી સિવિલ હોસ્પિટલ ખાતે હાજર પ્રકાશભાઇના પિતા મહેંદ્રભાઇ, માતા પાર્વતિબેન, બે ભાઇ રાજેન્દ્ર ભાઇ અને  ચિરાગ ભાઇ,  બહેનો હીનાબેન તથા હેતલબેન, મોટા બાપા વસરામ ભાઇ, કાકા મહેંદ્રભાઇ અને કરશનભાઇ,  કાકા ના દીકરા રાજેંદ્રભાઇ,  કરણભાઇ, દીલીપભાઇ અને ભાવેશભાઇ, કાકી રમીલાબેન, માસી ગીતાબેન, ભાભુ વિજ્યાબેન તેમજ દાદા આલજીભાઇ ડાહ્યાભાઇ એમ કુલ ૨૫ થી ૩૦ પરીવારજનોએ એકસાથે મળી સર્વસંમતિથી દીકરા પ્રકાશના તમામ અંગોનો દાન કરવાનો નિર્ણય કરીને અન્યોના જીવ બચાવવાનો પ્રેરણાદાયી નિર્ણય કર્યો. 

મઘા નક્ષત્રમાં મેઘાની સટાસટી! 8 ઇંચ વરસાદમાં વિજાપુર પાણીમાં, પાલનપુર, વિસનગર પાણી..

અહીં આ ક્ષણે ખાસ કરીને પ્રકાશભાઇની એ બે બહેનો પણ શું વીતી રહી હશે કે જેમની રક્ષા કાજે તેમનો ભાઇ ઉત્સાહપૂર્વક રાખડી બંધાવવા અમદાવાદ થી માદરે વતન ભણી મુસાફરી કરી રહ્યો હતો. પરંતુ આખરે તો પ્રભુને ગમ્યુ તે જ ખરૂ. પોતાનો ભાઇ તો હવે જીવંત રહ્યો નથી. હવે એ કલાઇ બચી નથી જેના પર સ્વ રક્ષા માટે રાખડી બાંધી શકે. માટે જ બહેનોએ પોતાના વ્હાલસોયા ભાઇના અંગોના અન્ય જરૂરીયાતમંદને ઉપયોગી થાય અને અન્ય બહેનના ભાઇની કલાઇ તેની રક્ષા કાજે જીવંત રહે તે ઉમદા ભાવ સાથે અંગદાનના નિર્ણયમાં ભારે હૈયે બંને બહેનો પણ સહભાહી બન્યા. 

બનાસકાંઠામાં મેઘરાજાની ધબધબાટી! જાણો ક્યા ભરાયેલા છે પાણી અને કયા રસ્તા છે બંધ?

પ્રકાશભાઈ ના અંગદાનથી મળેલ બે કીડની, એક લીવરને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલ અને હૃદય યુ.એન.મહેતા હોસ્પિટલમાં જરુરીયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે . આંખોને સિવિલ મેડીસીટી કેમ્પસની એમ એન્ડ જે આઇ હોસ્પિટલ માં આઇ બેંકમાં સ્વીકારવામા આવશે. આમ આ અંગદાન થી  કુલ  ચાર લોકોની જીંદગી આપણે બચાવી શકીશુ . તેમજ બે લોકો ને આંખોની રોશની આપી તેમના જીવનમાં એક નવી ઉજાસ આપણે પાથરી શકવા સહભાગી થયા છીએ.

toll tax rules: હવે આ લોકોએ પણ ભરવો પડશે ટોલ ટેક્સ, NHAI એ બદલ્યો 3 વર્ષ જૂનો નિયમ

સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૬૨ અંગદાતાઓ થકી કુલ ૫૨૪ અંગો  નું દાન મળેલ છે. જેના થકી ૫૦૮ વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે પ્રકાશભાઈ ના પરિવારજનોએ સાચા અર્થમાં "બધા ભારતીયો મારા ભાઈ બહેન છે" તે વાક્યને આત્મસાત કરી આપણે તમામ ભારતીયો સમય આવે એકબીજા માટે કોઈપણ જાતનો ભેદભાવ રાખ્યા વગર બધું જ કરી છૂટવા તૈયાર હોઈએ છીએ તે સાબિત કરી બતાવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More