Home> Gujarat
Advertisement
Prev
Next

મહીસાગરમાં વીમા પોલીસીનું મહાકૌભાંડ, ARTOના અધિકારીઓએ એજન્ટ પર ઢોળ્યું

મહીસાગર જિલ્લા ની ARTO કચેરી માં એક બાદ એક વીમા પોલિસી ના બોગસ વીમા કૌભાંડ સામે આવી રહ્યાં છે ત્યારે અધિકારી દ્વારા સમગ્ર મામલે દોષ નોંટોપલો ડીલર પર ઢોળી દેવામાં આવ્યો છે ત્યારે આવા બોગસવીમા ઉતાર નાર ડીલર પર કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. કૌભાંડો માટે કુખ્યાત મહીસાગર લુણાવાડા સહાયક પ્રાદેશીક વાહન વ્યવહાર કચેરીમાં વધુ બોગસ વીમા પોલીસી તેમજ સરકારી આવકને નુકસાનનું કૌભાંડ હજુ પણ ચાલી રહ્યું હોવાની આશંકાના પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે મહીસાગર લુણાવાડા સહાયક પ્રાદેશીક વાહન વ્યવહાર કચેરીમાં ચાર વાહનોના દસ્તાવેજમાં બોગસ ઇન્સ્યોરન્સ અને લેટ ફી બચાવવા સરકારી આવકને નુકસાન જણાઈ આવતા બોગસ વીમા પોલીસીનું વ્યાપક કૌભાંડ ચાલી રહ્યું હોવાની પ્રબળ આશંકાના પગલે સઘન કાયદેસરની તપાસની માંગ ઉઠી રહી છે. 

મહીસાગરમાં વીમા પોલીસીનું મહાકૌભાંડ, ARTOના અધિકારીઓએ એજન્ટ પર ઢોળ્યું

અલ્પેશ સુથાર/ સંતરામપુર : મહીસાગર જિલ્લા ની ARTO કચેરી માં એક બાદ એક વીમા પોલિસી ના બોગસ વીમા કૌભાંડ સામે આવી રહ્યાં છે ત્યારે અધિકારી દ્વારા સમગ્ર મામલે દોષ નોંટોપલો ડીલર પર ઢોળી દેવામાં આવ્યો છે ત્યારે આવા બોગસવીમા ઉતાર નાર ડીલર પર કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. કૌભાંડો માટે કુખ્યાત મહીસાગર લુણાવાડા સહાયક પ્રાદેશીક વાહન વ્યવહાર કચેરીમાં વધુ બોગસ વીમા પોલીસી તેમજ સરકારી આવકને નુકસાનનું કૌભાંડ હજુ પણ ચાલી રહ્યું હોવાની આશંકાના પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે મહીસાગર લુણાવાડા સહાયક પ્રાદેશીક વાહન વ્યવહાર કચેરીમાં ચાર વાહનોના દસ્તાવેજમાં બોગસ ઇન્સ્યોરન્સ અને લેટ ફી બચાવવા સરકારી આવકને નુકસાન જણાઈ આવતા બોગસ વીમા પોલીસીનું વ્યાપક કૌભાંડ ચાલી રહ્યું હોવાની પ્રબળ આશંકાના પગલે સઘન કાયદેસરની તપાસની માંગ ઉઠી રહી છે. 

fallbacks

કચ્છની વર્ષો જૂની માંગ સંતોષાઇ, સરકાર દ્વારા આપવામાં આવી છે ખાસ ભેટ

લુણાવાડા એઆરટીઓ કચેરીમાં એપ્લીકેશન નંબર GJ20070339902239, GJ20082565290870 અને અન્ય રાજ્યની MH 20072231751248, MH20072291749533 ના દસ્તાવેજ ચકાસણીમાં બોગસ ઇન્સ્યોરન્સ પોલીસીઓ હોવાનું ધ્યાને આવ્યું હતું. જો કચેરીમાં પાસ થયેલા તમામ વાહનોના દસ્તાવેજની ચકાસણી કરવામાં આવે તો વ્યાપક બોગસ દસ્તાવેજો મળી આવે તેમ છે ! આ અંગે કચેરીના અધિકારીઓ જ જાતે જ જણાવી રહ્યા છે કે, એમાં ખોટું થયું છે પણ આ અંગે તેઓ કશું કરી શકે નહિ ડીલરની જવાબદારી છે. વાહનમાલિક અરજી કરી શકે કે વીમા કંપની તપાસ કરી કાર્યવાહી કરી શકે. પરંતુ બીજી તરફ કેટલાક ડીલરો તરફથી બોગસ દસ્તાવેજો અપલોડ કરવામાં આવે છે તો જવાબદાર અધિકારી દ્વારા શું તપાસ કરવામાં આવે છે તેવા લુણાવાડા એઆરટીઓ કચેરીના જવાબદાર અધિકારીઓ કર્મચારીઓની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.

સરકારની Corona ને કાબુમાં લેવાની રામબાણ તરકીબ, Test ઘટાડો એટલે દર્દી આપોઆપ ઘટી જશે !

આ અગાઉ પણ એ આર ટી ઓ કચેરીમાં ખોટા વીમા રજૂ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતા. 125 જેટલા નવીન વાહનોમાં ખોટા વીમા રજૂ કરી ગંભીર ગેરરિતી આચરી સરકારની તિજોરીમાં દંડના નાણાં ઓછા જમા કરાવ્યાનું કૌભાંડ બહાર આવ્યું હતું. આ ઉપરાંત એઆરટીઓએ કચેરીના જુનિયર કલાર્કે પોતાની ફરજ દરમિયાન લાખોની માતબર રકમ કચેરીની આવક કરતા ઓછી જમાં બતાવી નાણાની ઉચાપત કરી પોતાના અંગત કામે વાપરી નાખી ગુન્હો કર્યા બાબતે લુણાવાડા પોલીસ મથકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે કૌભાંડો માટે કુખ્યાત બનેલી કચેરીમાં જો આ મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવે તો વધુ એક કૌભાંડનો પર્દાફાશ થાય તેવી શક્યતા જણાઈ રહી છે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More