Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરામાં આંતર રાજ્ય બોગસ ડિગ્રી કૌભાંડ ઝડપાયું, ત્રણ આરોપીની ધરપકડ


આરોપીઓ પૈસા લઈને જે યુનિવર્સિટીની ડિગ્રી જોઈએ તે બનાવી આપતા હતા. આ સાથે ધોરણ 10 અને 12ની પણ નકલી માર્કશીટ બનાવી આપતા હતા.

વડોદરામાં આંતર રાજ્ય બોગસ ડિગ્રી કૌભાંડ ઝડપાયું, ત્રણ આરોપીની ધરપકડ

રવિ અગ્રવાલ, વડોદરાઃ વડોદરા શહેરમાંથી આંતર રાજ્ય બોગસ ડિગ્રી કૌભાંડ ઝડપાયું છે. અહીં દેશ અને રાજ્યની અલગ અલગ મળી કુલ 12 યુનિવર્સિટીઓની બોગસ ડિગ્રી આપવામાં આવતી હતી. તો ધોરણ 10 અને 12ની બોગસ માર્કશીટ પણ બનાવી આપવામાં આવતી હતી. આ મુદ્દે વડોદરા પોલીસે વડોદરાના બે અને ભરૂચના એક આમ કુલ ત્રણ આરોપીની ધરપડક કરી છે. 

fallbacks

આરોપીએ કર્યો મોટો ખુલાસો
ઝડપાયેલા ત્રણ આરોપીમાંથી એક આરોપીની ગોત્રી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી હતી. આરોપી દિલીપ મોહિતેની પૂછપરછમાં સમગ્ર કૌભાંડનો ખુલાસો થયો છે. પી સી બી પોલીસે ફતેગંજના બ્લ્યૂ ડાયમંડ કોમ્પલેક્સ અને ભરૂચના જય કોમ્પલેક્ષ માં આવેલી દુકાનોમાં રેડ કરી હતી. પોલીસે કમ્પ્યૂટર સહિત 500 બોગસ ડિગ્રી સર્ટિફિકેટ જપ્ત કર્યા છે. 

માતાપિતાની કબરની બાજુમાં સુપુર્દ-એ-ખાક થયા અહમદ પટેલ

પૈસા આપો ડિગ્રી મેળવો
આરોપીઓ પૈસા લઈને જે યુનિવર્સિટીની ડિગ્રી જોઈએ તે બનાવી આપતા હતા. આ સાથે ધોરણ 10 અને 12ની પણ નકલી માર્કશીટ બનાવી આપતા હતા. આરોપીઓ જુદી-જુદી 12 જેટલી યુનિવર્સિટીની ડિગ્રી આપતા હતા. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More