Patidar Samaj : રાજકોટના જામકંડોરણામાં સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આવામાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ વિરોધીઓને આડે હાથે લીધા. જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ વિરોધીઓને ખુલ્લો પડકાર ફેંક્યો હતો . જયેશ રાદડિયાએ પોતાની સ્પીચમાં કહ્યું હતું કે, બે પાંચ લોકોની સમાજની જ ટપોરી ગેંગ સક્રિય થાય છે અને સોશ્યલ મીડિયામાં કોમેન્ટ કરે. જો રાજકારણ જ કરવું હોય તો ખુલ્લા મેદાનમાં આવો. રાજકારણમાં અમે આવ્યા ત્યારે કોઈ સમાજને પૂછીને નહોતા આવ્યા. રાજકારણમાં આવવા માટે સમાજને શું પૂછો છો ? આવી જાવ એટલે ખબર પડે. ત્યારે હવે સૌરાષ્ટ્રના પાટીદારોમાં જયેશ રાદડિયાનું આ નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે.
શું છે આખો વિવાદ ?
રાદડિયાએ કોને ઝાટક્યા? સમાજની 2 ટકા ટપોરી ગેંગ હવનમાં હાડકા નાંખવાનું બંધ કરે
કોઈની તાકાત નથી જયેશભાઈને હેરાન કરે - અલ્પેશ કથીરિયા
જયેશ રાદડિયાના નિવેદનને લઈને અલ્પેશ કથીરિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જયેશ રાદડિયા સક્ષમ નેતા છે. તેમના પિતા વિઠ્ઠલ રાદડિયાએ સમાજને ઘણું બધું આપ્યું છે. જે ટપોરીઓને સામાજિક તત્વોના હતા તેમની શાન વિઠ્ઠલભાઈ ઠેકાણે લાવી છે. બીજા કોઈની તાકાત નથી કે એ જયેશભાઈને હેરાન કરી શકે અને છતાં કંઈ પણ હશે તો અમે જયેશભાઈની સાથે છીએ. જયેશભાઈ તેમના પિતાજીની વાર્તાને આગળ વધારી રહ્યા છે અને એમના સમર્થકો જ આવા લોકોને પાઠ ભણાવવા માટે કાફી છે.
બધા જાણે છે કે આ કોણ છે - જયંતિ સરધારા
જયેશ રાદડીયાના ટપોરી ગેંગ ટોળકી અંગેના નિવેદનને લઈને ભાજપના આગેવાન અને પાટીદાર અગ્રણી જયંતિ સરધારાએ કહ્યું કે, જયેશભાઈની સાથે સમાજ છે. પણ બધા જાણે છે આ કોણ છે! સામાજિક સંસ્થાના આગેવાન બનીને બેઠેલા છે. આખી દુનિયા જાણી ગઈ છે આજ ટોળકી સક્રિય છે, પણ જયેશભાઈ રાદડીયા સમાજના પ્રતિષ્ઠિત અને સ્થાપિત આગેવાન છે. સારું કામ કરવું નથી અને સમાજની આગેવાની લેવી છે. દેખાડવાના અને ચાવવાના અલગ છે આવા લોકોને હવે સમાજ અને બધા ઓળખી ગયા છે. આ લોકો ખુલ્લા પડ્યા છે.
ખોટી રીતે ઘી ખાય છે 90% ભારતીયો, આ પદ્ધતિથી ખાશો તો 206 હાડકાં મજબૂત થશે
એક પ્લેટફોર્મ પર આ ચર્ચા કરવી જોઈએ - દિનેશ બાંભણીયા
જયેશ રાદડિયાના નિવેદન સામે દિનેશ બાંભણીયાએ કહ્યું કે, જયેશ રાદડિયાએ એક પ્લેટફોર્મ ઉપર લોકો સાથે ચર્ચા કરવી જોઈએ. અમે પણ ઘણી વખત આ લોકો કોણ છે તેવું પૂછ્યું છે. જયેશ રાદડિયા સમાજ માટે સારુ કામ કરે છે. કેટલાક લોકો હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે.
અનેક લોકો ટપોરી ગેંગના નિશાન બન્યા - શર્મિલા બાંભણીયા
પાટીદાર અગ્રણી અને સરદારધામ સૌરાષ્ટ્ર ઝોનના મહિલા પ્રમુખ શર્મિલાબેન બામણીયાએ કહ્યું કે, આ ટપોરી ગેંગને આખો સમાજ ઓળખે છે. અગાઉ પણ અનેક પાટીદાર સમાજના અગ્રણીઓને આ ટપોરી ગેંગ દ્વારા નિશાન બનાવવામાં આવી છે. જયેશભાઈએ વર્ષ 2017માં જ આ ટપોરી ગેંગ મામલે જાહેરમાં બોલવું જોઈતું હતું. અત્યારે જયેશ રાદડિયા ખૂબ મોડું બોલ્યા છે પરંતુ બોલ્યા તે સારું છે. આ ટપોરી ગેંગના માણસો દ્વારા સમાજમાં વિખવાદ પડાવાનું કામ થઈ રહ્યું છે. હવે સમાજ પણ જાગી ગયો છે જેના કારણે ટપોરી ગેંગનું કાઈ ચાલતું નથી. અગાઉ પણ પરેશ ગજેરા સહિતના પાટીદાર નેતાઓને આ ટપોરી ગેંગે હેરાન કરી છે. હવે સમાજને પણ ખબર પડી ગઈ છે આ ટપોરી ગેંગ કેવા કાવતરા કરે છે. સમાજમાં કોઈપણ નેતા આગળ વધે તો તેને કેમ પાડવા એ આ ટપોરી ગેંગનું કામ છે. જોકે હવે સમાજ જાગૃત થઈ ગયો છે.
અંબાલાલની કડક ચેતવણી : ગુજરાતમાં વરસાદનો વધુ એક મોટો રાઉન્ડ આવી રહ્યો છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે