Home> Gujarat
Advertisement
Prev
Next

શેઠની શિખામણ ઝાંપા સુધી... રાહુલ ગાંધીએ ગુજરાત છોડતા જ કોંગ્રેસના નેતાઓએ કકળાટ શરૂ કર્યો

Gujarat Congress Politics : ગુજરાત કોંગ્રેસ દ્વારા તાજેતરમાં નિમણૂં કરાયેલા નિરીક્ષકોમાંથી કેટલાકને વાંધો પડ્યો.. જિલ્લો બદલવાની કરી માંગ
 

શેઠની શિખામણ ઝાંપા સુધી... રાહુલ ગાંધીએ ગુજરાત છોડતા જ કોંગ્રેસના નેતાઓએ કકળાટ શરૂ કર્યો

Congress Mission Gujarat Campaign : ગુજરાત કોંગ્રેસમાં પરિવર્તન આવશે તેવું રાહુલ ગાંધી સતત કહી રહ્યાં છે. હાલમાં જ પક્ષે કેટલાક નિરીક્ષકોની નિમણૂંક પણ કરી. પરંતું રાહુલ ગાંધીના ગુજરાત છોડતા જ અંદરખાને કકળાટ શરૂ થઈ ગયો છે. રાહુલ ગાંધીએ ફાળવેલો વિસ્તાર પ્રદેશના નેતાઓના માફક ન આવતા કાનાફૂસી શરૂ થઈ છે. 

fallbacks

તાજેતરમા જ કોંગ્રેસે ગુજરાતમાં નિરીક્ષકોની નિમણૂંક કરીને યાદી બહાર પાડી હતી. ત્યારે જિલ્લાની ફાળવણીથી કેટલાક નેતાઓ ખુશ નથી. કેટલાક નેતાઓને ફાળવેલા જિલ્લાઓ દૂર હોવાથી તેઓએ વાંધો ઉભો કર્યો છે. સાથએ જ જિલ્લાફેર કરવાની માંગ કરી છે. કેટલાક સિનિયરોએ જે જિલ્લા અપાયા છે, તે દૂર લાગતા હોવાથી જિલ્લો બદલવાની માંગ મૂકી છે. આમ, રાહુલ ગાંધીના ગુજરાત છોડતા જ પ્રદેશ કોંગ્રેસમાં ફરી એનો એ જ કકળાટ જોવા મળી શકે છે. આમ, જો આવું ને આવું રહ્યું તો કોઈ કાળે કોંગ્રેસની નૈયા પાર થઈ શકશે નહિ. 

આજે મુકુલ વાસનીક ગુજરાતમાં
ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીક આવતીકાલે ગુજરાત પ્રવાસે છે. તેઓ ગુજરાત કોંગ્રેસનાં પોલિટીકલ અફેર્સ સમિતિની બેઠકમાં હાજરી આપશે. પોલિટીકલ અફેર્સ સમિતિમાં સંગઠનની નવ રચનાને મુદ્દે ચર્ચા કરશે. રાહુલ ગાંધીની ગુજરાતની ત્રણ મુલાકાત બાદ પ્રદેશ કાંગ્રેસની અગામી કાર્યક્રમને આખરી ઓપ અપાશે. 

કાર્યકરે કરી રાહુલ ગાંધીને ફરિયાદ 
મોડાસામાં રાહુલ ગાંધી સામે જ કાર્યકરે કોંગ્રેસ પક્ષની ફરિયાદ કરી હતી. કાર્યકરે ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસ પક્ષ જાગતો હોય એવી સ્થિતિ છે અને ચૂંટણી લડવા પણ નેતાઓ અચાનક આવી જતા હોવાની ફરિયાદ કરી. કાર્યકરે કહ્યું કે, બૂથ લેવલના કાર્યકારોની મહેનત આંકલન થતું નથી. પક્ષન સમગઠનમાં મહિલાઓને સ્થાન પણ મળતું નથી. 

રાહુલ ગાંધીનો કાર્યકર્તાઓને વાયદો 
તો કાર્યકરોની ફરિયાદ બાદ રાહુલ ગાંધીએ કાર્યકારો સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે, ખરા અર્થમાં જિલ્લાનો નેતા હશે એને જ અમે પ્રમુખ બનાવીશું. અમે માત્ર કોણ કામ કરે છે એને જ ઓળખીયે છીએ. કોના બૂથમાં કેટલા મત પડ્યા એનો પણ હિસાબ થશે. જો આપણે ગુજરાતમાં ચૂંટણી જીતીશું તો જ્યાં સૌથી સારું પ્રદર્શન થયું હશે એને મંત્રી બનાવીશું. મોટા નેતાના જિલ્લામાં કોંગ્રેસનું પરિણામ સારું નહીં આવે તો એમને સ્થાન નહીં મળે. જે પાર્ટીને મજબૂત કરે છે એને જ અમે પાવર આપીશું. પક્ષની બેઠકમાં નહીં આવે એ નેતાને ચૂંટણી નહીં લડાવવામાં આવે. જેને સંગઠન સાથે લેવાદેવા ના હોય એમને અલવિદા કહેવાશે. જિલ્લા સંગઠનમાં મહિલાઓને સ્થાન આપવામાં આવશે. જિલ્લા પ્રમુખમાં એકપણ મહિલા ના હોય એ સ્વીકાર્ય નથી. ચૂંટણી પૂર્વે ઉમેદવારને નહીં પરંતુ જિલ્લા સંગઠનને આર્થિક મદદ કારવામાં આવશે.

એપ્રિલ કરતા ખતરનાક હશે મે-જુન, દરિયામાં મોજા ઉંચા ઉછળશે, આંધી-વંટોળના તોફાન આવશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More