Home> Gujarat
Advertisement
Prev
Next

હવે રસ્તામાં પૈસા ગણવા ઉભા રહ્યા તો થઈ જશે દાવ! અમદાવાદમાંથી ઝડપાઈ આંતરરાજ્ય ગેંગ

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ફહીમ શાહીદ ખાન, સાલેહીન શેખ, અબુ ફઝલ ખાન નામના આરોપી ઓની ધરપકડ કરી તપાસ કરતા સામે આવ્યું કે આરોપી ઓની સાથે સહ આરોપી સુફીયાન કુરેશી, અખ્તરઅલી અંસારી, જાવા, સમીર, અને અખ્તર ઉર્ફે લમ્બુ શેખ દ્વારા ગુનાને અંજામ આપ્યો હતો. 

હવે રસ્તામાં પૈસા ગણવા ઉભા રહ્યા તો થઈ જશે દાવ! અમદાવાદમાંથી ઝડપાઈ આંતરરાજ્ય ગેંગ

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદનાં માણેકચોક વિસ્તારમાંથી ચાલતા જતા વ્યક્તિના હાથમાં રહેલા રોકડની ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે મુંબઈથી આ ગુનામાં સામેલ 3 આરોપી ઓની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ફહીમ શાહીદ ખાન, સાલેહીન શેખ, અબુ ફઝલ ખાન નામના આરોપી ઓની ધરપકડ કરી તપાસ કરતા સામે આવ્યું કે આરોપી ઓની સાથે સહ આરોપી સુફીયાન કુરેશી, અખ્તરઅલી અંસારી, જાવા, સમીર, અને અખ્તર ઉર્ફે લમ્બુ શેખ દ્વારા ગુનાને અંજામ આપ્યો હતો. 

fallbacks

અમદાવાદમાં હવે લોકોને સિગ્નલ પર ફૂવારાથી ઠંડા કરાશે, ક્યાં લગાવવામાં આવ્યો આ ફુવારો?

21 મી માર્ચના રોજ લૂંટના ઈરાદે તેઓ ટ્રેન મારફતે મુંબઈથી અમદાવાદ આવ્યા હતા અને શાહઆલમ દરગાહ ખાતે જિયારત કરી રીક્ષામાં બેસી જામા મસ્જિદ પાસે માણેક ચોકમાં ગયા હતા. જ્યાં ભોગ બનનારને ટાર્ગેટ કરી ભીડનો લાભ લઈને સુફીયાન ઉર્ફે ટીપુ એ પૈસાની થેલી ઝુંટવી હતી અને અન્ય આરોપી ઓની મદદથી ત્યાંથી નીકળી મુંબઈ ભાગી ગયા હતા. 

શું મધુ શ્રીવાસ્તવથી ડરે છે કોંગ્રેસ? દબંગ નેતાનો કોંગ્રેસ વિરુદ્ધ બફાટનો વીડિયો વાય

આ મામલે ખાડિયા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, આ આરોપીની વધુ તપાસ કરતા ફઈમ ખાન અગાઉ મુંબઈમાં બે આવા જ ગુના કરી ચુક્યો હોવાનું સામે આવ્યું છે. હાલ તો ખાડિયા પોલીસે આરોપીઓની કસ્ટડી મેળવી વધુ તપાસ હાથ ધરી છે. 

ગજવી મૂકે તેવી અંબાલાલ પટેલની ભયાનક આગાહી! આ 7 જિલ્લામાં ચોમાસા જેવો વરસાદ થશે!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More