IPL Final In Ahmedabd દર્શલ રાવલ/અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે IPLનો ફાઈનલ જંગ થશે. ફાઈનલ મેચમાં બેંગલોર અને પંજાબની ટીમ વચ્ચે ટક્કર છે. ત્યારે ભીડ વચ્ચે મૂળ સમસ્યા ગાડીઓના પાર્કિંગની રહેશે. ત્યારે સ્ટેડિયમમાં પાર્કિંગની શું વ્યવસ્થા છે અને ક્યાં પાર્કિંગ કરવું તેની માહિતી સામે ઈવે છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે સાડા સાત વાગ્યે IPLનો મહામુકાબલો થવા જઈ રહ્યો છે. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર થશે. IPLની 18મી સિઝનની ક્લોઝિંગ સેરેમની ઓપરેશન સિંદરની થીમ પર યોજાશે. જેમાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નેવી ચીફ એડમિરલ દિનેશ ત્રિપાઠી અને એર ચીફ માર્શલ અમરપ્રીતસિંહ સહિત અન્ય સર્વિસ ચીફ, અધિકારીઓ અને સૈનિકોને મેચ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્રણેય સૈન્ય પ્રમુખો ક્લોઝિંગ સેરેમનીમાં હાજર રહી શકે તેવી શક્યતા છે. જાણીતા ગાયક શંકર મહાદેવન સ્ટેડિયમને ગજવશે.
TATA IPL 2025 FINAL ને લઈને પાર્કિંગ વ્યવસ્થાને લઈને મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. આજની TATA IPL 2025 ની ફાઇનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મેચમાં દેશ-વિદેશમાંથી હજારો લોકો Ahmedabad પહોંચી રહ્યા છે. તેથી આવનારા લોકો (પ્રેક્ષકો)ને હાલાકીનો સામનો ન કરવો પડે અને પાર્કિંગની સુવિધા સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી SHOW MY PARKING દ્વારા પાર્કિંગ વ્યવસ્થાને અનુકૂળ બનાવવા નવીનતમ ટેકનોલોજી અપનાવવામાં આવી છે.
પાર્કિંગ વ્યવસ્થાની વિગતો:
કુલ પાર્કિંગ ક્ષમતા:
ફ્રી શટલ સેવા:
આરામદાયક અને સુરક્ષિત પરિવહન માટે, સ્ટેડિયમથી દૂર આવેલા લાંબા અંતરના પાર્કિંગ સ્થળો માટે મફત શટલ/ફેરી સેવા ઉપલબ્ધ છે, જે પાર્કિંગ સ્થળથી સ્ટેડિયમ ગેટ સુધી અને સ્ટેડિયમ ગેટથી પાર્કિંગ સ્થળ સુધી જશે.
શો માય પાર્કિંગ એપ ડાઉનલોડ કરો:
તમે તમારી પાર્કિંગ સ્લોટ સરળતાથી બુક કરવા માટે Show My Parking એપ Android અને iOS પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરી શકો છો. એપ ડાઉનલોડ કરવા માટે નીચેના લિંક પર ક્લિક કરો: [લિંક: https://onelink.to/e624a8]
WhatsApp પર નવી પાર્કિંગ બુકિંગ સિસ્ટમ:
માત્ર WhatsApp પર +91 95120 15227 નંબર પર “Hi” મોકલો અને લખી સ્ટેપ ફોલો કરી પાર્કિંગ સ્લોટ બૂક કરી શકાશે. આ વિશ્વ નું પ્રથમ AI WhatsApp ચેટબોટ-મેનેજ્ડ સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમ અમદાવાદ સ્થિત બે IT કંપનીઓ – ટેકઅલ્ટ્રા સોલ્યુશન્સ અને શો માય પાર્કિંગ (ઓફિશિયલ પાર્કિંગ પાર્ટનર) દ્વારા વિકસાવવામાં આવી છે.
ટિકિટની કાળાબજારી સામે એક્શન
IPL ની આજની ફાઇનલ મેચની ટિકિટની કાળાબજારી સામે કાર્યવાહી કરવામાં આવી છે. સ્ટેડિયમના ગેટ બહાર ટિકિટની કાળાબજારી કરનાર શુભંકર શીલ્કર નામના ગોવાના યુવકની ધરપકડ કરાઈ છે. જે 1500 વાળી ટિકિટ 5 હજારમાં વેચાણ કરતો હતો. ક્રાઈમ બ્રાન્ચે યુવકને પકડી ચાંદખેડા પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે. અન્ય એક યુવકની મેટ્રો સ્ટેશન પાસેથી ચાંદખેડા પોલીસે ધરપકડ કરી છે. કપિલકુમાર મૂળચંદાણી નામના યુવક પાસેથી 7 ટિકિટ મળી આવી છે. આરોપીએ અગાઉ 2000 ની ટિકિટ 5,000 માં વેચી હોવાની કરી કબૂલાત કરી છે. બંને આરોપીઓ સામે ચાંદખેડા પોલીસે ગુનો દાખલ કર્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે