Home> Gujarat
Advertisement
Prev
Next

13 દિવસ સસ્તા ટુર પેકેજમાં ફરો આખું ગુજરાત, IRCTC ફરી લાવ્યું નવું પેકેજ

IRCTC Gujarat Tour Package : આઈઆરસીટીસીએ પોતાના ગુજરાત ટુર પેકેજને ‘Glorious Gujarat with Statue of Unity Ex-Agartala’ નામ આપ્યું છે... આ ટુરમાં ગુજરાતના મહત્વના સ્થળોને આવરી લેવાયા છે 
 

13 દિવસ સસ્તા ટુર પેકેજમાં ફરો આખું ગુજરાત, IRCTC ફરી લાવ્યું નવું પેકેજ

Gujarat Tourism : ગુજરાતીઓ એટલે ફરવાના શોખીન. ફરવાના શોખીન ગુજરાતીઓ તક મળે એટલે ફરવા ઉપડી જાય. ત્યારે સાવ સસ્તામાં આખું ગુજરાત ફરવાની બેસ્ટ ઓફર મળી છે.  IRCTC મુસાફરો માટે આ ખાસ ઓફર લઈને આવ્યું છે. IRCTC એ ગુજરાત ફરવા માટે 8 દિવસનું પેકેજ જાહેર કર્યું છે. તમે આ ડિસેમ્બર મહિનામાં સસ્તામા આખું ગુજરાત ફરી શકો છો. જો તમે ડિસેમ્બરની ફુલગુલાબી ઠંડીમાં ગુજરાત ફરવા માંગો છો આ ઓફર તમારા માટે બેસ્ટ છે. 

fallbacks

ભારતીય રેલવેની સહાયક કંપની ઈન્ડિયન રેલવે કેટરીંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન  (IRCTC) બહુ જ સસ્તા ભાવ પર 13 દિવસ અને 12 નાઈટનું ટુર પેકેજ લઈને આવ્યું છે. આ ટુર પેકેજમાં આઈઆરસીટીસી  (IRCTC) મુસાફરો માટે રહેવા, ખાવા અને ફરવાની વ્યવસ્થા કરવામાં આવશે. એટલે કે મુસાફરો ટેન્શન લીધા વગર બિન્દાસ્ત ફરશે. 

હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત : ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી, નવા મોસમની એન્ટ્રી

આઈઆરસીટીસીએ પોતાના ગુજરાત ટુર પેકેજને ‘Glorious Gujarat with Statue of Unity Ex-Agartala’ નામ આપ્યું છે. આ ટુર પેકેજમાં વડોદરા, દ્વારકા, સોમનાથ અને અમદાવાદ ફરવાનો મોકો મળશે. 

 

 

IRCTC નું આ પેકેજ હૈદરાબાદથી 13 ડિસેમ્બરના રોજ શરૂ થશે. 13 દિવસ અને 12 નાઈટનું આ ટુર પેકેજની ટુર 25 ડિસેમ્બર, 2023 ના રોજ પૂરી થશે. આ ટુર પેકેજમાં ટ્રાવેલિંગ મોડ ટ્રેન હશે. 

આઈઆરસીટીસી  (IRCTC) ની આ ટુર બહુ જ સસ્તી છે. આ ટુર પેકેજ ત્રણ કેટેગરીમાં છે, મુસાફરો દ્વારા પસંદ કરાયેલ કેટેગરી મુજબ તેના ટેરિફ એટલે કે ભાડુ ચૂકવવાનું રહેશે. આ ટુર પેકેજની શરૂઆત ઈકોનોમી કેટેગરીમાંથી થઈ રહી છે. તેથી પ્રતિ વ્યક્તિ ચાર્જ 22 હજાર 910 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. તો સ્ટાન્ડર્ડ કેટેગરીમાં 37 હજાર 200 રૂપિયાનું પેકેજ છે. તો કમ્ફર્ટ કેટેગરી માટે પ્રતિ મુસાફર 40 હજાર 610 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. 

નરેન્દ્ર મોદી સરકારના સુશાસનના 22 વર્ષ : વિઝનરી લીડરશીપથી ગુજરાતનો ડંકો વાગ્યો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More