Gujarat Tourism : ગુજરાતીઓ એટલે ફરવાના શોખીન. ફરવાના શોખીન ગુજરાતીઓ તક મળે એટલે ફરવા ઉપડી જાય. ત્યારે સાવ સસ્તામાં આખું ગુજરાત ફરવાની બેસ્ટ ઓફર મળી છે. IRCTC મુસાફરો માટે આ ખાસ ઓફર લઈને આવ્યું છે. IRCTC એ ગુજરાત ફરવા માટે 7 દિવસનું પેકેજ જાહેર કર્યું છે. તમે આગામી ઓક્ટોબર મહિનામાં સસ્તામા આખું ગુજરાત ફરી શકો છો.
IRCTC નું ગુજરાત પેકેજ
IRCTC ગુજરાત ટુર પેકેજ લઈ આવ્યું છે. આ ટુર પેકેજનું નામ છે Garvi Gujarat (CDBG09) છે. જેમાં તેમને 8 દિવસ અને 7 રાતમાં ગુજરાતમાં ફેરવવામા આવશે.
નવી આગાહી : અરબ સાગર અને બંગાળની ખાડીમાં હલચલ થાય તેવો વરસાદ ગુજરાતમાં પડશે
પેકેજ ટુર ક્યારથી શરૂ થશે
IRCTC ગુજરાત ટુર પેકેજ આગામી 9 ઓક્ટોબરથી શરૂઆત થશે. આ ટુર પેકેજમાં તમને દિલ્હીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ, દ્વારકા, નાગેશ્વર, બેટદ્વારકા, અમદાવાદ, મોઢેરા, પાટણમાં ફેરવવામાં ાવશે.
Visit religious & historic sites of Garvi Gujarat by @IR_BharatGaurav, covering the three significant temples i.e. Somnath, Nageshwar Jyotirling and Dwarkadhish including @souindia starting on 9.10.23 from Delhi.
Book now on https://t.co/70knrLZPiU#DekhoApnaDesh #Travel pic.twitter.com/dJvPpL3ve5
— IRCTC Bharat Gaurav Tourist Train (@IR_BharatGaurav) September 6, 2023
કેવી રીતે કરવું બુકિંગ
આ ટુર પેકેજનુ બુકિંગ IRCTC ની વેબસાઈટ itctctourism,com પર જઈને માહિતી મળી શકે છે. આ ઉપરાંત IRCTC મુસાફર સુવિધા કેન્દ્ર, ઝોન ઓફિસ તથા તમારા વિસ્તારમાં આવતા કાર્યાલયમાં પણ બુકિંગ કરાવી શકો છો.
દર્દી જીવનમરણ વચ્ચે ઝોલા ખાતો હતો અને તબીબો સેલ્ફી લેતા હતા, જીજી હોસ્પિટલની ઘટના
આ ધાર્મિક સ્થળો હશે
ગુજરાતના પ્રખુખ તીર્થ સ્થળો ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાંપાનેર, સોમનાથ, દ્વારકા, નાગેશ્વર, બેટદ્વારકા, અમદાવાદ, મોઢેરા અને પાટણને આ મુસાફરીમાં સામેલ કરાયા છ. આ ઉપરાંત પ્રવાસીઓને ચાંપાનેર પુરત્તત્વ સાઈટ, વાવ, અમદાવાદમાં અક્ષરધામ, સાબરમતી આશ્રમ, મોઢેરા સૂર્યમંદિર, પાટણમાં રાણીની વાવમાં ફેરવવામા આવશે. તો ધાર્મિક સ્થળોની વાત કરીએ તો, સોમનાથ જ્યોર્તિલિંગ, નાગેશ્વર જ્યોર્તિલિંગ, દ્વારકાધીશ મંદિર અને બેટદ્વારકાની 8 દિવસની મુસાફરીમાં સમાવણી કરાઈ છે.
ગુજરાતમાં દીકરીઓ સલામત નથી, સુરત બાદ બનાસકાંઠામાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે