Home> Gujarat
Advertisement
Prev
Next

શેરડી પકવતા ખેડૂતો થઈ જશે બર્બાદ! સુરત જિલ્લામાં જોવા મળ્યો આ રોગનો ઉપદ્રવ, જાણો બચવા શું કરવું જોઈએ?

હવામાનમાં આવી રહેલા ફેર બદલને લઈને છેલ્લા કેટલાક વર્ષથી દક્ષિણ ગુજરાતમાં નિયત સમય કરતાં વરસાદ મોડો થવાનું નોંધાય રહ્યું છે. ત્યારે વરસાદ લંબાતા શેરડીના પાક પર મોટા પ્રમાણમાં સફેદ માખીનો ઉપદ્ર થયો છે.

શેરડી પકવતા ખેડૂતો થઈ જશે બર્બાદ! સુરત જિલ્લામાં જોવા મળ્યો આ રોગનો ઉપદ્રવ, જાણો બચવા શું કરવું જોઈએ?

સંદીપ વસાવા/સુરત: જિલ્લામાં વરસાદ ખેંચાતા શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ વધ્યો છે. અનેક ગામોમાં શેરડીના પાન સુકાવા માંડ્યાં છે. હજુ વરસાદ લંબાય તો શેરડીનું ઉત્પાદન ઓછું થવાની સાથે ખેડૂતને આર્થિક નુકશાનનીનો ભય પણ રહેલો છે. સુગર ફેકટરી દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

fallbacks

આગામી ત્રણ કલાક ખુબ જ ભારે! અમદાવાદ સહિત ગુજરાતના 26 જિલ્લામાં ધોધમમાર વરસાદ પડશે

હવામાનમાં આવી રહેલા ફેર બદલને લઈને છેલ્લા કેટલાક વર્ષથી દક્ષિણ ગુજરાતમાં નિયત સમય કરતાં વરસાદ મોડો થવાનું નોંધાય રહ્યું છે. ત્યારે વરસાદ લંબાતા શેરડીના પાક પર મોટા પ્રમાણમાં સફેદ માખીનો ઉપદ્ર થયો છે. ઓલપાડ તાલુકાનાં અનેક ગામોમાં આ રોગ એટલી હદે ફેલાયો છે કે શેરડીના પાન સુકાઈને કાળા પડી ગયેલા સ્પષ્ટ જોઈ શકાય છે. જો હજુ વધારે દિવસ વરસાદ લબાઈ તો શેરડીના પાક થયેલા રોગને લઈ ઉત્પાદન ઉપર માઠી અસર જોવા મળશે. ખેડૂતોના ખેતરોમાં શેરડીના પાકનું ઉત્પાદન ઘટતા તેની સીધી અસર સુગર મિલો ઉપર પણ પડી સકે છે, ત્યારે શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ વધતા ખેડૂતો હાલ ચિંતિત થયાં છે.

વીજળીથી વરસાદનો વરતારો! ત્રણ દિવસમાં આકાશમાં આ ચિહ્ન ના દેખાયા તો વેર વાળશે વરૂણ દેવ

શેરડીના પાકમાં સફેદ માખી ટોચના પાન ઉપર હારબંધ મલાઈ રંગના ઈંડા મૂકે છે જે થોડા સમયબાદ ભૂખરા રંગના બને છે બચ્ચાં કાળા, લંબગોળાકાર, ચપટા અને ફરતે સફેદ રંગની મીણની ઝાલરવાળા હોય છે. ઈંડામાંથી નીકળેલ બચ્ચા પાન પર એક જગ્યાએ ચોંટી રસ ચૂસે છે, જેને લીધે પાન પીળા પડે છે. આ કીટકના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ ઝરે છે જે પાન પર પડતા તેના પર કાળી ફૂગ થાય છે જેના લીધે પાન કાળા પડી જાય છે. અને શેરડીનો ગ્રોથ થતો નથી. જેના કારણે શેરડીનું ઉત્પાદન ઓછું આવે છે. જેમાં ખેડૂતો ખર્ચ પણ નીકળી નથી શકતો તેમ જણાવી રહ્યા છે.

ગુજરાતમાં ખરીફ વાવેતર: 11.78 લાખ હેક્ટરમાં ખેડૂતોએ કરી વાવણી, કપાસનું વધ્યું તો મગફ

શેરડીના પાક ઉપર આવેલ વાઇટ ફ્લાય રોગને કારણે ખેડૂતો ચિંતિત થયાં છે. વાઇટ ફ્લાય નામનો રોગ ખેડૂતોના ઊભા પાકને નષ્ટ કરી રહ્યો છે ત્યારે ખેડૂતોએ મહા મહેનતે શેરડીના પાકની ખેતી કરી છે. પરંતુ સુરત જિલ્લાના અનેક ગામોમાં શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ વધતાં ખેડૂતો ચિંતિત થયાં છે, ખેડૂતોના ખેતરમાં શેરડીના પાકમાં સફેદ માખીએ હુમલો કરતાં શેરડીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને તેની સીધી અસર ખેડૂતો ઉપર પડી રહી છે. હાલ સમગ્ર સુરત જિલ્લામાં શેરડીના પાકમાં આવેલા વાઇટ ફ્લાય નામના રોગથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

અમદાવાદ ભાજપના નેતા અને તેના ભાઈના ત્રાસથી પરિણીતાનો 2 વાર આત્મહત્યાનો પ્રયાસ

માખીના ઉપદ્રવથી બચવા શું કરવું જોઈએ

  • 1. 10 લીટર પાણીમાં યુરીયા ખાતર 200 ગ્રામની સાથે દવાનું મિશ્રણ કરવુ
  • 2. ત્રાયઝોફોસ 40 ટકા ઇસી 12 મિલી અથવા એસીફેટ 75 ટકા એસ.પી 12 ગ્રામ અથવા ઈમીડાકલોપ્રીડ 17.8 એસ.એલ 3 મિલી 10 લીટર પાણી મુજબ
  • 3. જે ખેતરોમાં સફેદ માખીનો ઉપદ્રવ ના હોય એવા ખેતરોમાં ઉનાળામાં પિયત પાણીની સગવડ કરવી
  • 4. આ ઉપરાંત અટકાયતી પગલા તરીકે લીબોડીની તેલ 1 લીટર +160 ગ્રામ ડીટરજન પાઉડર,+4 કિલો યુરીયા 200 લીટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો.
  • 5. આ પ્રક્રિયા સામુહિક ખેડૂતો કરેતો સફેદ માખી નો ઉપદ્રવ તાળી શકાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More