Home> Gujarat
Advertisement
Prev
Next

ઇસનપુર વોર્ડના ભાજપ પ્રમુખે જાહેરમાં જન્મદિવસની ઉજવણીમાં ઇસનપુર પોલીસે કેસ દાખલ કર્યો

શહેરના ઇસનપુર વિસ્તારમાં BJP વોર્ડ પ્રમુખ આતિશ પટેલના જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થયા બાદ રહી રહીને હવે પોલીસ જાગી છે. મીડિયામાં વિડીયો પ્રસારિત થયાના 24 કલાક બાદ ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ ઇસનપુર પોલીસે ગુનો નોંધ્યો છે અને દંડની વસુલાયો  છે. જેમાં જન્મ દિવસનું આયોજન કરનાર સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઇસનપુર પોલીસે આયોજક વોર્ડના મહામંત્રી જીતુ સોલંકી સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે. પોલીસનું કહેવું છે કે, જ્યારે આ ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસે ચાર થી પાંચ લોકોને આ માસ્કનો પહેરવા બદલ દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. પરતું વિડ્યો વાયરલ થયા બાદ પણ પોલીસે કાર્યવાહી ન કરતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા હતા. ત્યારે હાલ પોલીસે આયોજક વિરુદ્ધ ગુનો નોંધી સોશિયલ ડિસ્ટન્ડ્સ ભંગ કરનારા તમામ લોકો વિડ્યોના આધારે ધરપકડ કરવામાં આવશે.

ઇસનપુર વોર્ડના ભાજપ પ્રમુખે જાહેરમાં જન્મદિવસની ઉજવણીમાં ઇસનપુર પોલીસે કેસ દાખલ કર્યો

મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરના ઇસનપુર વિસ્તારમાં BJP વોર્ડ પ્રમુખ આતિશ પટેલના જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થયા બાદ રહી રહીને હવે પોલીસ જાગી છે. મીડિયામાં વિડીયો પ્રસારિત થયાના 24 કલાક બાદ ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ ઇસનપુર પોલીસે ગુનો નોંધ્યો છે અને દંડની વસુલાયો  છે. જેમાં જન્મ દિવસનું આયોજન કરનાર સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઇસનપુર પોલીસે આયોજક વોર્ડના મહામંત્રી જીતુ સોલંકી સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે. પોલીસનું કહેવું છે કે, જ્યારે આ ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસે ચાર થી પાંચ લોકોને આ માસ્કનો પહેરવા બદલ દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. પરતું વિડ્યો વાયરલ થયા બાદ પણ પોલીસે કાર્યવાહી ન કરતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા હતા. ત્યારે હાલ પોલીસે આયોજક વિરુદ્ધ ગુનો નોંધી સોશિયલ ડિસ્ટન્ડ્સ ભંગ કરનારા તમામ લોકો વિડ્યોના આધારે ધરપકડ કરવામાં આવશે.

fallbacks

હવે પોલીસ પાસેથી મફતનાં ભાવે શીખો હોર્સ રાઇડિંગ, ગૃહમંત્રીના હસ્તે ઉદ્ધાટન

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના સમયમાં લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનિ જાળવણી કરવા માટે વારંવાર તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે. જો કે નિયમોનું પાલન નેતાઓ દ્વારા જ નથી કરાઇ રહ્યું. હાઇકોર્ટ દ્વારા આ અંગે ટકોર કરીને કડક કાર્યવાહી માટે સુચના પણ અપાઇ છે. તેવામાં શહેરના ઇસનપુર વોર્ડના ભાજપના પ્રમુખ આતીશ પટેલના જાહેર રોડ પર ઉજવણીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં રોડ પર એક ટેબલ પર 15 જેટલી કેક એમાં પણ એક ભાજપના કમળને કાપમા માટેની કેક લાવવામાં આવી હતી. સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર લોકો કેક કાપતા અને ખાતા તથા ખવડાવતા નજરે પડે છે.

Gujarat Corona Update: રાજ્યમાં નવા 1243 કેસ, 1518 સાજા, 09 લોકોનાં મોત નિપજ્યાં

ભાજપના વોર્ડ પ્રમુખ આતીશ પટેલ, કોર્પોરેટર અને કાર્યકરોએ કોરોના મહામારીમાં ગાઇડલાઇનની એસી તેસી કરી જાહેર રોડ પર જ ટોળા ભેગા કરી ઉજવણી કરી ગાઇડલાઇનનો ભંગ કર્યો હતો. મુખ્યમંત્રી પણ નેતાઓને અપીલ કરી ચુક્યા છે ત્યાં શહેરના ઇસનપુર વોર્ડના ભાજપ પ્રમુખ આતીશ પટેલના જન્મદિવસની જાહેરમાં 20-25 લોકોની હાજરીમાં ઉજવણી કરવામાં આવતી હોવાનું વીડિયોમાં બહાર આવ્યો છે. વીડિયોમાં મોટાભાગના કાર્યકરો માસ્ક વગર જોવા મળી રહ્યા છે. 

તલાટીને એફીડેવિટની સત્તાથી વકીલોમાં રોષ, સમગ્ર ગુજરાતમાં પરિપત્રની હોળી કરવામાં આવી

જો સામાન્ય માણસ રાત્રે 10 વાગ્યા બાદ ટોળામાં ઉભા હોય તેમજ માસ્ક વગર નજરે પડે તો પોલીસ તેમની સામે કાર્યવાહી કરી દંડ ઉપરાંત તેમની સામે ગુનો દાખલ કરતા હોય છે. ત્યારે જાહેરમાં કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરનારા ભાજપવોર્ડ પ્રમુખ, કોર્પોરેટર અને કાર્યકરો સામે કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું રહ્યું. જો કે બીજી તરફ ભાજપ પ્રમુખ પોતે જ રેલીઓ કરીને કોરોનાની તમામ ગાઇડ લાઇનનાં ધજાગરા ઉડાવી ચુક્યા છે. ત્યારે કોર્પોરેટર તે કાર્યવાહી કરે તે નવાઇ નહી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More