Home> Gujarat
Advertisement
Prev
Next

તમારા ડોક્ટર તો બોગસ નથીને? અમદાવાદમાંથી પોલીસે 15 બોગસ તબીબો ઝડપી લીધા

કોરોનાના કપરા સમયમાં કેટલાક રૂપિયા ના લાલચુ લોકોએ જાણે કે રૂપિયા કમાવવાની ઉત્તમ તક સમજી બેઠા હોય તેમ લાગી રહ્યું છે. આવા સમયમાં લોકોની જીંદગી સાથે રમત કરતા બનાવટી ડોકટરોનો પણ રાફડો ફાટ્યો છે. માત્ર અમદાવાદ ગ્રામ્ય માં જ ચાલુ વર્ષે 15 જેટલા બનાવટી ડોકટરો ઝડપાયા છે. કોરોના કાળમાં બનાવટી દવાઓ, ઇન્જેક્શન સહિતના અનેક કૌભાંડો સામે આવ્યા છે. 

તમારા ડોક્ટર તો બોગસ નથીને? અમદાવાદમાંથી પોલીસે 15 બોગસ તબીબો ઝડપી લીધા

મૌલિક ધામેચા / અમદાવાદ : કોરોનાના કપરા સમયમાં કેટલાક રૂપિયા ના લાલચુ લોકોએ જાણે કે રૂપિયા કમાવવાની ઉત્તમ તક સમજી બેઠા હોય તેમ લાગી રહ્યું છે. આવા સમયમાં લોકોની જીંદગી સાથે રમત કરતા બનાવટી ડોકટરોનો પણ રાફડો ફાટ્યો છે. માત્ર અમદાવાદ ગ્રામ્ય માં જ ચાલુ વર્ષે 15 જેટલા બનાવટી ડોકટરો ઝડપાયા છે. કોરોના કાળમાં બનાવટી દવાઓ, ઇન્જેક્શન સહિતના અનેક કૌભાંડો સામે આવ્યા છે. 

fallbacks

ગુનાખોરી બાબતે હવે અમદાવાદ પણ સુરતનાં રસ્તે? જમાલપુરમાં જાહેરમાં વૃદ્ધની હત્યા

લોકો માનવતા ભૂલીને નિર્દોષ લોકોની જિંદગી સાથે રમત કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આવા સંજોગો માં બનાવટી ડોકટરોનો પણ રાફડો ફાટ્યો છે. રાજ્યમાં બનાવટી ડોકટરો દવાખાના ખોલી દીધા હોવાનું સામે આવતા રાજ્ય ના પોલીસવડા એ ખાસ ડ્રાઈવ રાખીને આવા ડોકટરો સામે કાર્યવાહી કરવા માટે ના આદેશ કર્યા હતા. જેમાં ચાલુ વર્ષે માત્ર અમદાવાદ ગ્રામ્ય માંથી 15 બનાવટી ડોકટરો મળી આવ્યા છે.

PM મોદી જે હોટલનું લોકાર્પણ કરવાનાં છે તેની તસ્વીર અને VIDEO જોઇ આંખો અંજાઇ જશે

ખાસ ડ્રાઈવ અંતર્ગત ગ્રામ્ય પોલીસે અલગ અલગ વિસ્તાર માં ક્લિનિક ચલવતા ડોકટરોને ત્યાં તપાસ કરી હતી. જેમાં 250 જેટલા ડોકટરોની તપાસ માં 15 બનાવટી ડોકટરો મળી આવ્યા છે. જેમણે 10 પાસ કે 12 પાસ સુધીનો ક  અભ્યાસ કરી ખાનગી હોસ્પિટલો માં કમ્પાઉન્ડર કે વોર્ડ બોય તરીકે કામ કરીને ક્લિનિક ખોલી નાખ્યાં હતાં. પોલીસે આ તમામ લોકો સામે કાયદેસર કાર્યવાહી કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ તમામ ડોકટરો પાસે ડિગ્રી ના હોવા છતાં ક્લિનિક શરૂ કરીને લોકો ની મહામૂલી જિંદગી સાથે ખુલ્લેઆમ ખીલવાડ કરી સારવાર ના નામે રૂપિયા પડાવતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More