Home> Gujarat
Advertisement
Prev
Next

શું તમારો સેકન્ડ હેન્ડ ફોન ચોરીનો તો નથી ને! બે મિનિટમાં ખબર પડશે, આ રીતે ચેક કરો

How To Verify Second Hand Phone:બજારમાંથી સેકન્ડ હેન્ડ ફોન ખરીદતી વખતે તેની આઈડેંટી વેરિફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. ટેલિકોમ મંત્રાલયે એક પોર્ટલ લોન્ચ કર્યું છે જેના દ્વારા તમે જાણી શકો છો કે તમે જે ફોન ખરીદી રહ્યા છો તે ચોરાયેલો છે કે નહીં.

શું તમારો સેકન્ડ હેન્ડ ફોન ચોરીનો તો નથી ને! બે મિનિટમાં ખબર પડશે, આ રીતે ચેક કરો

How To Verify Second Hand Phone: જો તમે ઓનલાઈન કે ઓફલાઈન સ્ટોર પરથી સેકન્ડ હેન્ડ ફોન ખરીદી રહ્યા છો તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. સેકન્ડ હેન્ડ ગેજેટ્સ વેચતી ઘણી સાઈટ પર ચોરેલા ફોન પણ વેચાઈ રહ્યા છે. ફોન ચોરાયેલો છે કે નહીં, હવે તે શોધવું ખૂબ જ સરળ થઈ ગયું છે. તાજેતરમાં, ટેલિકોમ મંત્રાલય (DoT) એ સાથી પોર્ટલ લોન્ચ કર્યું છે, જેના દ્વારા તમે સેકન્ડ હેન્ડ ફોનની સંપૂર્ણ વિગતો ચકાસી શકો છો. 

fallbacks

ઉત્તર ગુજરાતમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી; આગામી 24 કલાક છે ખુબ જ ભારે!

ઉપરાંત, આ પોર્ટલ પર ખોવાયેલા ફોનને બ્લોક અને ટ્રેક કરવાની સુવિધા ઉપલબ્ધ છે. સંચાર સાથી “Know Your Mobile” સુવિધા પ્રદાન કરે છે, જે વપરાશકર્તાઓને સેકન્ડ હેન્ડ ફોન ખરીદતા પહેલાં તેની અધિકૃતતા ચકાસવા દે છે. આનાથી સાયબર ફ્રોડના વધતા જતા વલણમાં ઘટાડો થવાની અપેક્ષા છે.

Godhra Teaser ગોધરાકાંડનું ભૂત ફરી ધૂણશે! ફિલ્મનું ધમાકેદાર ટિઝર રીલિઝ, જોઈ લો VIDEO

સેકન્ડ હેન્ડ ફોનની ચકાસણી કેવી રીતે કરવી?

  • તમે પોર્ટલ પર સેકન્ડ હેન્ડ ફોનનો IMEI નંબર ચકાસી શકો છો.
  • આ માટે તમે જે ફોન ખરીદવા જઈ રહ્યા છો તેમાં *#06# ડાયલ કરો.
  • આને ડાયલ કરતાની સાથે જ તે ફોનનો IMEI નંબર સ્ક્રીન પર દેખાશે.
  • આ IMEI નંબરને ક્યાંક સેવ કરો.

જો દીવ જવાનું પ્લાનિંગ કરતા હોય તો હવે છે નકામું! તમામ બીચ આગામી 3 મહિના માટે બંધ

  • આ પછી તમારે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર-(https://www.ceir.gov.in/Device/CeirIMEIVerification.jsp)ની વેબસાઇટ પર જવું પડશે.
  • અહીં તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ OTP એન્ટર કરવાનો રહેશે.
  • આ પછી, તમને સ્ક્રીન પર IMEI નંબર દાખલ કરવાનો વિકલ્પ દેખાશે.
  • અહીં IMEI નંબર નાખતા જ તેનું સ્ટેટસ દેખાશે.
  • જો તમને અહીં બ્લેકલિસ્ટેડ, ડુપ્લિકેટ કે પહેલાંથી જ ઉપયોગ માં લખેલું દેખાય તો સમજો કે ફોન ચોરાયેલો છે.

Video: મુસલમાનો પર અત્યાચાર: ચીનમાં મસ્જિદ તોડવા ગયેલી પોલીસ અને લોકો વચ્ચે બબાલ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More