Rajkot News ગૌરવ દવે/રાજકોટ : સૌરાષ્ટ્રના સૌથી મોટા જન્માષ્ટમી લોકમેળાને SOPનું ગ્રહણ લગાડ્યું. TRP ગેમઝોન બાદ લોકમેળામાં જોખમ ખેડવા તંત્ર તૈયાર નથી. આવામાં ભાતીગળ સંસ્કૃતિની માત્ર વાતો જ સાબિત થઈ. જવાબદારીમાંથી છટકવા તંત્રએ SOP આગળ ધરી દીધી. હવે એવું થયું કે, એક પણ રાઈડ માટે ફોર્મ ન ભરાયું. લોકમેળાના 50 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આવું થયું છે.
રાજકોટનો બહુચર્ચિત લોકમેળો સરકારી તંત્રની નીતિઓને કારણે ચકડોળે ચઢ્યો છે. જેને કારણે સૌરાષ્ટ્રની જનતાને ભોગવવું પડશે. લોકમેળામાં ફોર્મ ભરવાની ત્રીજી મુદત પણ પૂર્ણ થઈ ગઈ છે. 238 પ્લોટમાંથી માત્ર 28 ફોર્મ ભરાઈને આવ્યા. પરંતું એક પણ રાઇડ્સનું ફોર્મ ન ભરાયું. 50 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું રાજકોટમાં બન્યું છે.
રાજકોટના નેતાઓ શું નપાણીયા છે?
કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ લોકમેળા મામલે નિવેદન આપતા કહ્યું કે, રાજકોટને ભાંગવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ મેળા થાય તો રાજકોટમાં કેમ નહીં? A પ્લાન B પ્લાન ની વાત ચાલે જ નહીં. કોર્પોરેટરથી પાર્લામેન્ટ સુધી ભાજપના જ માણસો છે. રાજકોટના નેતાઓ શું નપાણીયા છે? કલેક્ટરને વિનંતી કરીશ કે, તકેદારી રાખી મેળાની મંજૂરી આપો. ભાજપના પ્રતિનિધિઓ જાગે અને કલેક્ટરને સમજાવે.
ગુજરાતમાં અટકેલો વરસાદ આ તારીખથી આગળ વધશે, આવી ગઈ નવી આગાહી
લોકમેળા પર SOPનું ગ્રહણ નાંખી દીધું
ગુજરાતનો સૌથી મોટો જન્માષ્ટમી માણવો હોઈ તો રાજકોટ આવું પડે...આવું કહેતા તે ભૂતકાળ બન્યો છે. કારણ કે રાજ્ય સરકારે લોકમેળા પર SOPનું ગ્રહણ નાંખી દીધું છે. જેને કારણે જન્માષ્ટમી લોકમેળાને નજર લાગી ગઈ છે અને છેલ્લા બે વર્ષ થી SOPના કડક નિયમોને કારણે લોકમેળો યોજાતો નથી. આ લોકમેળામાં રાઈડ્સ ન હોઈ તો લોકો ન આવે તે સ્વભાવીક વાત છે. જેને કારણે આઈસ્ક્રીમ અને રમકડાંના સ્ટોલ સંચકાઓએ પણ ફોર્મ ભર્યા નથી.
લોકમેળા મુદ્દે જેને વાંધો હોઈ તે ઘરે રહે - વિનુભાઈ ઘવા
આ મુદ્દો ગાંધીનગર સુધી પહોંચ્યો છે. જોકે રાજકોટ ભાજપ નેતા વિનુંભાઈ ઘવાએ અધિકારીઓ પર સટાસટી બોલાવી હતી અને કહ્યું હતું કે, લોકમેળો થવો જ જોઈએ અને રાઈડ્સ સાથે જ થવો જોઈએ. ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને આખા વર્ષની રોજી રોટી નીકળતી હોય છે. સૌરાષ્ટ્રભરમાંથી લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે જેને કારણે રૂપિયો પણ બજારમાં આવે છે. આ મુદ્દે હું આજે મુખ્યમંત્રીને પત્ર લખી લોકમેળામાં રાઈડ્સના નિયમો હળવા કરવા માંગ કરીશ. ચકેડી, રાઈડ્સ અને ફઝર ફળકા સાથે જ મેળો થવો જોઈએ. લોકમેળા મુદ્દે જેને વાંધો હોઈ તે ઘરે રહે. રાઈડ્સના નિયમો હળવા કરવા અને કાગળોમાં બાંધછોડ કરી મંજૂરી આપવી જોઈએ.
વિસાવદરની જનતાનો અવાજ બોલ્યો : ગોપાલ ઈટાલિયા રાજીનામું આપશે, તો લોકોનો વિશ્વાસ ઉડી જ
મેળાના સંચાલકો અવઢવમાં મૂકાયા
તો બીજી તરફ રાઈડ્સ સંચાલકો અને ખાનગી મેળાના સંચાલકો પણ અવઢવમાં મુકાયા છે. પૂર્વ કલેકટર પ્રભવ જોષી લોકમેળા અંગે આવેલી SOPનું અર્થઘટન કાંઈક અલગ જ કર્યું હોવાથી છેલ્લા બે વર્ષ થી રાઈડ્સ સંચાલકો બેરોજગાર થઈ ગયા છે. ગુજરાત લોકમેળા એસોસિએશનના સભ્ય કૃષ્ણસિંહ જાડેજાએ નિવેદન આપ્યું હતું કે, આજે લો એન્ડ ઓર્ડરના સેક્રેટરી સાથે મેળા એસોસિએશનની બેઠક મળશે. લોકોની રોજીરોટી ને ધ્યાને રાખી સરકાર યોગ્ય નિર્ણય કરે તેવી માંગ કરવામાં આવશે. સરકાર મેક ઇન ઈન્ડિયાને પ્રોત્સાહન આપે છે તો રાઇડસ એસેમ્બલ હોઈ છે સ્થાનિક લુહાર બનાવે છે. રાઇડ્સના GST વાળા બિલ માગે તો એ પોસીબલ ન હોય તે સ્વભાવિક છે. વિવાદનો સુખદ અંત આવે તેવું અમે ઇચ્છી રહ્યા છીએ.
કેટલાક IAS અને IPS અધિકારીઓ જ સરકારને ખોટી દિશા સૂચવે છે
રાજકોટના જન્માષ્ટમી લોકમેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. જેને કારણે ગરીબ અને પાથરણા ધારકોને આખા વર્ષની રોજીરોટી નીકળતી હોઈ છે. રાજકોટ શહેર સૌરાષ્ટ્રનું પાટનગર કહેવામાં આવે છે પરંતુ આર્થિક રીતે અન્ય શહેરોની સરખામણીએ ઓછું સદ્ધર છે. લોકમેળો એક જ એવું માધ્યમ છે જે ભાતીગળ અને સંસ્કૃતિને ઉજાગર કરતો આવે છે. જોકે આ લોકમેળો ન યોજાય તે માટે કેટલાક IAS અને IPS અધિકારીઓ જ સરકારને ખોટી દિશા સૂચવે છે. પરંતુ આ અધિકારીઓને લોકમેળો કેટલાય લોકોને રોજી રોટી પુરી પાળે છે તે દેખાતું નથી. સરકાર સાથેની આજની બેઠકમાં લોકમેળાને લઈને શું નિર્ણય લેવાય છે તેના પર સૌરાષ્ટ્રભરના લોકોની નજર રહેલી છે.
કાંતિભાઇ 4 કરોડ આપે તો આખા મોરબીને ચોખ્ખું કરી દઉં, બે નેતાની લડાઈમાં સ્થાનિકો કૂદ્ય
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે