Home> Gujarat
Advertisement
Prev
Next

આ ચોર તો છે ભારે શોખીન! પૈસા, સોના-ચાંદીની લૂંટ વિશે તો બવ સાંભળ્યું, હવે તમારી પાસે થાર હોય છે સાચવજો!

જુનાગઢના ભેસાણ રોડ ઉપર આવેલા કંપનીના શો-રૂમમાં ટેસ્ટ ડ્રાઇવ માટે આવેલા બે શખ્સોએ થાર ગાડીની લુંટ ચલાવી ફરાર થઈ ગયા હતા અને જે અંગેની જાણ કંપનીના સેલ્સમેન દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે આ બંને શખ્સોની ધરપકડ કરી છે.

આ ચોર તો છે ભારે શોખીન! પૈસા, સોના-ચાંદીની લૂંટ વિશે તો બવ સાંભળ્યું, હવે તમારી પાસે થાર હોય છે સાચવજો!

અશોક બારોટ/જૂનાગઢ: અત્યાર સુધી આપણે સોના-ચાંદીના દાગીના અને પૈસાની લૂંટ વિશે તો ખુબ સાંભળ્યું હશે પરંતુ હવે બજારમાં થાર ગાડીની લૂંટ થઈ રહી છે. જી હા આવી ઘટના જૂનાગઢમાં બની છે અને પોલીસે થાર ગાડીની લૂંટ ચલાવનાર શખ્સની ધરપકડ કરી છે. 

fallbacks

ઉત્તર-પૂર્વથી ફુંકાતા પવનોથી ગુજરાતમા લોકો ઠરી ગયા! ઠંડી અંગે અંબાલાલે શું કરી આગાહી

આજકાલ બજારમાં થાર ગાડીનો જબરો ક્રેશ જોવા મળી રહ્યો છે. જુનાગઢના ભેસાણ રોડ ઉપર આવેલા કંપનીના શો-રૂમમાં ટેસ્ટ ડ્રાઇવ માટે આવેલા બે શખ્સોએ થાર ગાડીની લુંટ ચલાવી ફરાર થઈ ગયા હતા અને જે અંગેની જાણ કંપનીના સેલ્સમેન દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે આ બંને શખ્સોની ધરપકડ કરી છે. કંપની શો રૂમના સેલ્સ મેનેજર આનંદ મહેશભાઈ ઠાકરે તાલુકા પોલીસમાં મહેશ ખોડભાયા અને બાવનજી નામના શખ્સ સામે ફરિયાદ નોધાવી છે. 

આખરે આ સમસ્યાનો અંત! Ahmedabad Metro માં મુસાફરો કરતા લોકો માટે ખુશીના સમાચાર

મહેશ ખોડભાયા નામનો શખ્સ શોરૂમ ઉપર આવેલો અને થાર ગાડી નંબર જીજે.૦૩. એલ.આર.૩૨૭૦ ની ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે નિકળ્યો હતો. સાથે શો-રૂમના સેલ્સમેન અર્ષીલ સોઢા ગાડીમાં ગયો હતો. રસ્તામાં મહેશ ખોડભાયાએ ગાડી રાજકોટ હાઇવે ઉપર ચડાવી વડાલ બ્રિજ પાસેથી તેના એક મિત્ર બાવનજીને બેસાડ્યો અને ગાડી ભેંસાણ રોડ ઉપર ચલાવી હતી, અહી આવેલી નોબલ કોલેજના ગેઇટ પાસે સિક્યુરીટી સ્ટાફ સાથે માથાકૂટ કરીને મેદાનમાં ચક્કર લગાવતા સિક્યુરીટીએ ઘેરી લીધો હતો, ત્યારે મહેશે છરી બતાવી સેલ્સમેન અર્ષીલને મારી નાખવાની ધમકી આપીને ઉતારી મુક્યો અને ગાડી લઈને બને શખ્સો જૂનાગઢ તરફ ભાગ્યા હતા. જે અંગે અર્ષીલે તુરંત મેનેજર આનંદને ફોન કરીને જાણ કરતા તેઓએ દોલતપરા સુધી પીછો કર્યો હતો. પરંતુ બને શખ્સો ભાગી ગયા હતા, આ અંગે પોલીસને જાણ કરીને ફરિયાદ કરતા પોલીસે નેત્રમ સીસીટીવીની મદદથી મહેશ ખોડભાયા નામના શખ્સને ગાડી સાથે ઝડપી લીધો હતો.

દૈનિક રાશિફળ 19 ડિસેમ્બર: ભાગ્યની દ્રષ્ટિએ દિવસ સારો, આવક વધારવાના પ્રયત્નો સફળ થશે

હાલ તો પોલીસે બને શખ્સો સામે ૧૫ લાખની ગાડી ઉઠાવી જવા મામલે ગુન્હો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More