તેજસ મોદી/સુરત : આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા વરાછાના હિરબાગ ખાતેની દિયોરા ભંડેરી કોર્પોરેશનમાં ગત ગુરુવારે આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગે પાડેલાં દરોડા મંગળવારે પણ યથાવત રહ્યા છે. જેમાં કરોડો રૂપિયાના વ્યવહારો ના દસ્તાવેજો આવકવેરા વિભાગે જપ્ત કર્યા છે. જો કે આ પહેલા અધિકારીઓને માહિતી ન મળે એ માટે કોમ્પ્યુટર સહિતની સામગ્રી તોડવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ આઇટીની એક્સપર્ટ ટીમે ડેટા રિકવર કરવા માટે કામગીરી શરૂ કરી છે.
પાઘડી બનાવનાર વિક્રમસિંહે કહ્યું, પાઘડીમાં જે ખાસ રંગ છે એ માત્ર જામનગરના પાણીથી જ બને છે
ખરીદ વેચાણની માહિતી મેળવવા સોમવારે વધુ 3 ડાયમંડ પેઢી પર સરવે કરાયો હતો. આ પેઢીના ડાયમંડ સ્કેનિંગ માટે આવ્યા હોવાનું અધિકારીઓ કહી રહ્યા છે. દિયોરા ભંડેરીની બે બિલ્ડિંગમાં રાખેલી 100 કરોડથી વધુની મશીનરી-હીરા સીઝ કરાયા છે. મહત્વનું છે કે દિયોરા - ભંડારી કોર્પોરેશન દ્વારા રૂપિયા 19 કરોડનું આઇટી રિટર્ન ભરવામાં આવતુ હતુ અને તેની પર આઠ થી નવ લાખનો પ્રોફિટ બતાવવામાં આવતો હતો. હવે જ્યારે ચાર માળની બે બિલ્ડિંગની સાથે કંપનીમાં 200 થી વધારેનો સ્ટાફ છે, ત્યારે કરોડો રૂપિયાનું ટર્નઓવર હોવાની શંકા અધિકારીઓ સેવી રહ્યા છે.
તીખું મરચું ખેડૂતોને લાગ્યું સાકર જેવું મીઠું, આવક વધતા ખુશખુશાલ થયા
જોકે કંપની દ્વારા માત્ર જોબવર્કની આવક બતાવવામાં આવતી હતી. છેલ્લા છ દિવસથી ચાલી રહેલી તપાસમાં દિયોરા એન્ડ ભંડેરીની બે બિલ્ડિંગમાં કુલ 10 લાખ નંગ ડાયમંડ હતા. આ ડાયમંડ કોના છે તેનો હિસાબ કોમ્પ્યુટરમાં હતો. આઇટી સૂત્રો કહે છે કે, આ હિસાબ હાથ ન લાગે એ માટે કેટલાંક કર્મીઓએ કોમ્પ્યુટર અને હાર્ડ ડિસ્ક તોડી નાંખી હતી. જો કે, અધિકારીઓને કેટલાંક કાગળો પરથી ત્રણ ડાયમંડ પેઢીના નામ મળી આવ્યા હતા, જ્યાં તાત્કાલિક સરવે હાથ ધરાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે