Home> Gujarat
Advertisement
Prev
Next

સોલા સિવિલ બાળક બદલીકાંડમાં DNA રિપોર્ટ બાદ ઘીના ઠામમાં ઘી ઢોળાયું, તંત્રને હાશકારો

શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં બાળકી બદલી દેવાના આરોપમાં હવે DNA રિપોર્ટ આવી ચુક્યો છે.  પોલીસને બાળકીના DNA રિપોર્ટ મળ્યા બાદ બાળકી ફરિયાદીની જ હોવાનું સાબિત થયું છે. રિપોર્ટમાં બાળકી અને માતાનો DNA મેચ થતા બાળકી ફરિયાદી પરિવારની જ હોવાનું સામે આવ્યું છે.

સોલા સિવિલ બાળક બદલીકાંડમાં DNA રિપોર્ટ બાદ ઘીના ઠામમાં ઘી ઢોળાયું, તંત્રને હાશકારો

મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં બાળકી બદલી દેવાના આરોપમાં હવે DNA રિપોર્ટ આવી ચુક્યો છે.  પોલીસને બાળકીના DNA રિપોર્ટ મળ્યા બાદ બાળકી ફરિયાદીની જ હોવાનું સાબિત થયું છે. રિપોર્ટમાં બાળકી અને માતાનો DNA મેચ થતા બાળકી ફરિયાદી પરિવારની જ હોવાનું સામે આવ્યું છે.

fallbacks

Gujarat Corona Update: કોરોનાના નવા 1068 કેસ, 872 દર્દીઓ સાજા થયા

બાળકી ફરિયાદીની જ હોવાનું સામે આવ્યા બાદ સોલા સિવિલ હોસ્પિટલ અને પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. પોલીસનીં તપાસમાં સામે આવ્યું છે કે, સ્ટાફને બોલવામાં ભૂલ થઈ ગઈ હતી. જેના કારણે હવે DNA રિપોર્ટમાં સ્પષ્ટતા થઈ જતા કોઈ વિવાદ રહેતો નથી. સ્ટાફને બોલવામાં ભુલ થઇ હોવાનાં કારણે સમગ્ર મુદ્દો વિવાદિત બન્યો હતો. 

ચાલુ નોકરીએ અવસાન પામનાર સરકારી કર્મચારીને આર્થિક સહાયનો સમયગાળો વધારી 1 વર્ષ કરાયો

જો કે હવે ઘીના ઠામમાં ઘી ઢોળાઇ જતા હોસ્પિટલ તંત્ર અને પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. પોલીસે પણ આ મુદ્દે ફરિયાદનો નિકાલ કરી નાખ્યો છે. પરિવાર પણ ડીએનએ રિપોર્ટ આવી ગયા બાદ બાળકીનો સહર્ષ સ્વિકાર કરી લીધો છે. પરિવારે હોસ્પિટલ તંત્ર અને પોલીસ તંત્રનો પણ આભાર વ્યક્ત કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More