Home> Gujarat
Advertisement
Prev
Next

ટ્રમ્પ-મેલેનિયા એકલા નહિ હોય, દીકરી ઈવાન્કા અને જમાઈ પણ બનશે મોંઘેરા મહેમાન

અમદાવાદમાં યોજાનાર ભવ્ય નમસ્તે ટ્રમ્પ (namaste trump) કાર્યક્રમને લઇને સૌથી મોટી ખબર સામે આવી છે. ટ્રમ્પ દંપતી એકલા ભારતના પ્રવાસે નહિ આવે. સાથે તેમની પુત્રી અને જમાઇ પણ હાજર રહેશે. આગામી 24-25 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ (melania trump) પણ ગુજરાત આવશે. આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના પુત્રી ઈવાન્કા ટ્રમ્પ (ivanka trump) અને તેમના પતિ પણ હાજર રહેશે. આખો ટ્રમ્પ પરિવાર અમદાવાદ અને આગરાની મુલાકાત લેશે. આમ, અમેરિકાનો પહેલો પરિવાર નમસ્તે ટ્રંપ કાર્યક્રમમાં હાજર રહેશે. 

ટ્રમ્પ-મેલેનિયા એકલા નહિ હોય, દીકરી ઈવાન્કા અને જમાઈ પણ બનશે મોંઘેરા મહેમાન

અમદાવાદ :અમદાવાદમાં યોજાનાર ભવ્ય નમસ્તે ટ્રમ્પ (namaste trump) કાર્યક્રમને લઇને સૌથી મોટી ખબર સામે આવી છે. ટ્રમ્પ દંપતી એકલા ભારતના પ્રવાસે નહિ આવે. સાથે તેમની પુત્રી અને જમાઇ પણ હાજર રહેશે. આગામી 24-25 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ (melania trump) પણ ગુજરાત આવશે. આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના પુત્રી ઈવાન્કા ટ્રમ્પ (ivanka trump) અને તેમના પતિ પણ હાજર રહેશે. આખો ટ્રમ્પ પરિવાર અમદાવાદ અને આગરાની મુલાકાત લેશે. આમ, અમેરિકાનો પહેલો પરિવાર નમસ્તે ટ્રંપ કાર્યક્રમમાં હાજર રહેશે. 

fallbacks

નમસ્તે ટ્રમ્પ : ટ્રમ્પના રોડ શોનો સમય ટૂંકાવી દેવાયો, મોટેરામાં ઉભી કરાઈ ઈમરજન્સી હોસ્પિટલ

2 દિવસ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરિવાર સાથે અમદાવાદ પહોંચશે. આ માટે મોટેરા સ્ટેડિયમ લાઈટિંગથી સજીધજીને તૈયાર થઈ રહ્યું છે. 24 ફેબ્રુઆરીએ વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાશે. આખી દુનિયા જોતી રહી જાય અને ક્રિકેટ રસિયાઓ યાદ રાખે તેવા કાર્યક્રમની યજમાની અમદાવાદ કરવા જઈ રહ્યું છે. નમસ્તે ટ્રમ્પ માટે સ્ટેડિયમમાં રાષ્ટ્રીય કલાકારો પરફોર્મન્સ આપવાના છે. બંને દિગ્ગજ નેતાઓના સંબોધન પહેલા યોજાશે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

શિલ્પા શેટ્ટીના ઘરે બીજીવાર પારણું બંધાયું, નાનકડી દીકરીને બની મહેમાન  

મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 24 ફેબ્રુઆરીના રોજ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અને રાજ્યના કલાકારો પરફોર્મન્સ આપશે. જેમાં કૈલાશ ખેર, પુરષોત્તમ ઉપાધ્યાય, પાર્થિવ ગોહિલ, સાંઇરામ દવે, કીર્તિદાન ગઢવી, કિંજલ દવે પરફોર્મન્સ આપશે. 

આ કાર્યક્રમમાં દેશવિદેશના ખ્યાતનામ ક્રિકેટર્સ પણ હાજરી આપશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી હાજર રહેશે. તો અન્ય ક્રિકેટરો કે કલાકારોની ઉપસ્થિતિ અંગે હજી સુધી સ્પષ્ટતા કરાઈ નથી. 

ઉલ્લેખનીય છે કે, ઈવાન્કા ટ્રમ્પનો આ પહેલો ભારત પ્રવાસ નથી. આ પહેલા તેઓ હૈદરાબાદમાં યોજાયેલા ગ્લોબલ બિઝનેસ સમિટમાં હાજરી આપી ચૂક્યા છે. ઈવાન્કા વર્ષ 2017માં હૈદરાબાદમાં યોજાયેલા ગ્લોબલ બિઝનેસ સમિટમાં ભાગ લેવા માટે ભારત આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More