Home> Gujarat
Advertisement
Prev
Next

ગિરનારની ગિરીકંદરાઓમાં ગાયબ થયા જૈન મુનિ, શોધવા આકાશ-પાતાળ એક કર્યું

 જૂનાગઢનું ગિરનાર જંગલ માટે કહેવાય છે કે, આ જંગલમાં એકવાર કોઈ વ્યક્તિ ખોવાઈ જાય છે, તો તે ક્યારેય પરત આવતી નથી. વ્યક્તિઓ અહી ભેદી રીતે ગાયબ થતા હોય છે. દર વર્ષે અનેક લોકો આ ગિરીકંદરાઓમાં ખોવાઈ જતી હોય છે, અને તેમની પાછા આવવાની આશા રાખવી વ્યર્થ બને છે. ત્યારે એક દિગમ્બર જૈન મુનિ આ જંગલમાં ગુમ થયા છે. 

ગિરનારની ગિરીકંદરાઓમાં ગાયબ થયા જૈન મુનિ, શોધવા આકાશ-પાતાળ એક કર્યું

હનીફ ખોખર/જુનાગઢ : જૂનાગઢનું ગિરનાર જંગલ માટે કહેવાય છે કે, આ જંગલમાં એકવાર કોઈ વ્યક્તિ ખોવાઈ જાય છે, તો તે ક્યારેય પરત આવતી નથી. વ્યક્તિઓ અહી ભેદી રીતે ગાયબ થતા હોય છે. દર વર્ષે અનેક લોકો આ ગિરીકંદરાઓમાં ખોવાઈ જતી હોય છે, અને તેમની પાછા આવવાની આશા રાખવી વ્યર્થ બને છે. ત્યારે એક દિગમ્બર જૈન મુનિ આ જંગલમાં ગુમ થયા છે. 

fallbacks

દિગમ્બર જૈન મુનિ મુદીત સાગરજી મહારાજ સાહેબ બે દિવસથી ગુમ છે. તેઓ ગત તા. 23ના રોજ સંઘ સાથે જુનાગઢ આવ્યા હતા. ત્યાર બાદ તેઓ ગિરનાર પર્વત અને જંગલમાં જૈન મુનિ નેમીનાથજીના દર્શન કરવા ગયા બાદથી ગુમ છે. ગિરનાર પર્વત જૈન દેરાસરે ઉપર ગયા બાદ તેઓ પરત ન આવ્યા. પોલીસ અને વન વિભાગે 10 ટીમો બનાવી તેમની શોધખોળ શરૂ કરી છે. ગિરનારની ખીણ અને જંગલમાં વન વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. 

દિગંબર જૈન મુનિ મુદીત સાગરજી મહારાજ સાહેબ ગુમ થતા જૈન સમાજમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. પોલીસ અને વન ખાતાના અધિકારીઓની આગેવાની નીચે ટ્રેકર ટીમે સમગ્ર ગિરનાર ખૂંદી નાખ્યો છે. ત્યારે આ ગેબી ગિરનારમાં જૈન મુનિ ક્યાં ખોવાયા છે તે ચિંતાનો વિષય છે. તો બીજી તરફ, મુનિને શોધવા માટે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ લેવાયો હતો. આમ, 8મા દિવસે પણ જૈન મુનિની કોઈ ભાળ મળી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More