Home> Gujarat
Advertisement
Prev
Next

ગાંધીધામ: ટ્રકે ટક્કર મારતા જૈન સાધ્વીનું કરૂણ મોત, સમાજમાં શોકની લાગણી

કચ્છના ગાંધીધામના ભચાઉ રાધનપુર હાઈવે પર ટ્રકે એક જૈન સાધ્વીને ટક્કર મારતા તેમનું મોત થયું છે. 

ગાંધીધામ: ટ્રકે ટક્કર મારતા જૈન સાધ્વીનું કરૂણ મોત, સમાજમાં શોકની લાગણી

નીધીરેશ રાવલ/ગાંધીધામ: કચ્છના ગાંધીધામના ભચાઉ રાધનપુર હાઈવે પર ટ્રકે એક જૈન સાધ્વીને ટક્કર મારતા તેમનું મોત થયું છે. લાકડિયાથી ચિત્રોડ વિહાર કરતા વાગડ સમુદાયના ભગવંત પૂર્ણશ્રદ્ધાશ્રીજીને ટ્રકે ટક્કર મારી હતી. જેમને સારવાર માટે ભચાઉની હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

fallbacks

વધુમાં વાંચો...સુરત: ટેમ્પો અને રીક્ષા વચ્ચે અકસ્માત થતા 4 લોકોના કમકમાટી ભર્યા મોત, 6 ઇજાગ્રસ્ત

fallbacks

સારવાર દરમિયાન થયું જૈન સાધ્વીનું મોત 
ગાંધીધામના લાકડીયાથી ચિત્રોડાગામ તરફ વિહાર કરી રહેલા જૈન સાધ્વીને ટ્રક દ્વારા અડફેટ મારતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. સારવાર અર્થે ભચાઉ ખાતે આવેલી હોસ્પિટલમાં તેમને ખસેડાતા સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. ઘટનાને પગલે જૈન સમુદાયમાં રોષની લાગણી વ્યાપી છે. જૈન સમાજ દ્વારા ટ્રક ડ્રાઇવરને ઝડપીને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More