Home> Gujarat
Advertisement
Prev
Next

'મોરબીમાં ઝૂલતા પુલના રિનોવેશન કામમાં જયસુખ પટેલે ધ્યાન આપ્યું નથી', જામીન અરજી નામંજૂર

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા અને તેના માટે હાઇકોર્ટમાં કરવામાં આવેલ સૂઓમોટો અને પિટિશનની સુનાવણીઓ ચાલી રહી છે. દરમ્યાન મૃતકો અને ઇજાગ્રસ્તોને જે વળતર આપવા માટેનું કહેવામાં આવ્યું છે.

'મોરબીમાં ઝૂલતા પુલના રિનોવેશન કામમાં જયસુખ પટેલે ધ્યાન આપ્યું નથી', જામીન અરજી નામંજૂર

હિમાંશું ભટ્ટ/મોરબી: મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં પકડાયેલા આરોપી જયસુખભાઈ પટેલના રેગ્યુલર જામીન માટેની મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં સરકારી વકીલ કરવામાં આવેલી દલીલો તેમજ ભોગ બનેલા પરિવારના વકીલ દ્વારા લેવામાં આવેલા વાંધાઓને ધ્યાને લઈને મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા જામીન અરજીને રદ કરવામાં આવી છે. 

fallbacks

ગુજરાતીઓ ફરી સાવધાન રહેજો! બકરું કાઢતા ઉંટ ના પેસે, જાણો આજે શું છે કોરોનાની સ્થિતિ?

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા અને તેના માટે હાઇકોર્ટમાં કરવામાં આવેલ સૂઓમોટો અને પિટિશનની સુનાવણીઓ ચાલી રહી છે. દરમ્યાન મૃતકો અને ઇજાગ્રસ્તોને જે વળતર આપવા માટેનું કહેવામાં આવ્યું છે. તેની સામે અડધી રકમ ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ દ્વારા કોર્ટમાં જમા પણ કરી દેવામાં આવી છે. 

જો આમને આમ રહ્યું તો કન્યાઓનો પડશે દુષ્કાળ! ગુજરાતમાં વધશે 'વાંઢા'ઓની સંખ્યા

ચાર્જશીટ પછી મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આરોપી જયસુખભાઈ પટેલની રેગ્યુલર જમીન અરજી મૂકવામાં આવી હતી. જેમાં જયસુખભાઇ પટેલના વકીલે કરેલી દલીલની સામે સરકારી વકીલ એસ.કે. વોરા દ્વારા દલીલ કરવામાં આવી હતી અને ભોગ બનેલા પરિવારના વકીલ દ્વારા વાંધા અરજી આપવામાં આવી હતી. 

નડાબેટ બોર્ડરનો વિકાસ જોઈ ગેનીબેન થયાં અભિભૂત, કાર્યક્રમમાં આપી દીધું મોટું નિવેદન

જેને ધ્યાને રાખીને મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા જયસુખભાઇ પટેલની જામીન અરજીને રદ કરવામાં આવી છે અને કોર્ટ દ્વારા જે ઓર્ડર કરવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, ઝૂલતા પુલનું રિનોવેશન કામ યોગ્ય રીતે કરવામાં આવ્યું ન હોય તો દુર્ઘટના બની શકે છે તેવું જાણતા હોવા છતાં પણ જયસુખ પટેલ દ્વારા રિનોવેશનના કામમાં ધ્યાન આપવામાં આવ્યું નથી, અને જયસુખ પટેલની સૂચના મુજબ જ પુલનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે તેની જામીન અરજીને મંજૂર કરી શકાય નહીં તે માટે આ રેગ્યુલર જામીન માટેની અરજીને નામંજૂર કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More