Home> Gujarat
Advertisement
Prev
Next

જામજોધપુરના MLA ચિરાગ કાલરિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, રાજ્યસભાની ચૂંટણીમાં કર્યું હતું મતદાન

જામજોધપુર (Jamjodhpur) ના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરિયા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ચિરાગ કાલરિયાને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.ગત રાજ્યસભાની ચૂંટણી દરમિયાન તેઓ મતદાન કરવા પણ પહોંચ્યા હતા. આરોગ્ય વિભાગે કોન્ટેક હિસ્ટ્રી તપાસી તેમની સાથે સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરી છે. 

જામજોધપુરના MLA ચિરાગ કાલરિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, રાજ્યસભાની ચૂંટણીમાં કર્યું હતું મતદાન

રક્ષિત પંડ્યા, રાજકોટ: જામજોધપુર (Jamjodhpur) ના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરિયા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ચિરાગ કાલરિયાને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.ગત રાજ્યસભાની ચૂંટણી દરમિયાન તેઓ મતદાન કરવા પણ પહોંચ્યા હતા. આરોગ્ય વિભાગે કોન્ટેક હિસ્ટ્રી તપાસી તેમની સાથે સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરી છે. 

fallbacks

વધુ વિગતો માટે જુઓ VIDEO

અત્રે જણાવવાનું કે રાજ્યભરમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યાં છે. આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 29,001 કેસ નોંધાયા છે. જ્યારે 1736 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટમાં કોરોનાના અત્યાર સુધીમાં 201 કેસ નોંધાયા છે. જેમાંથી 5 દર્દીઓના મૃત્યુ થયા છે અને 104 દર્દીઓ સાજા થયા છે. 

જુઓ LIVE TV

રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં જોવા મળ્યા છે. જ્યાં અત્યાર સુધીમાં 19601 કોરોના કેસ નોંધાયા છે અને 1379 દર્દીઓના મૃત્યુ થયા છે. 

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More