જામનગર : જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ દ્વારા કોઇ કારણોસર આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. જામનગરમાં ગુજરાતની સૌપ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટીમાં તબીબી ક્ષેત્રે અભ્યાસ કરી રહેલા વિજય અજમલભાઇ ઠાકોર દ્વારા હોસ્ટેલનાં ધાબેથી પડતું મુકીને આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે.
પોલીસે CCTV ફુટેજ માંગતા સાંઇ મંદિરના ઇકબાલે કહ્યું તમામના ટોપી પટ્ટા ઉતરી જશે
વિજય ઠાકોર આયુર્વેદ યુનિવર્સિટી ખાતે BAMS નો અભ્યા કરતો હતો. વિજયે યુનિવર્સિટીનાં બિલ્ડિંગનાં ટોપ ફ્લોર પરથી મોતની છલાંગ લગાવી હતી. જો કે તેણે આપઘાત કર્યો તેની પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. ઘટના અંગે જાણ થતા યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર સહિત પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
પત્ની પીડિત પુરૂષ: શ્રીમંત પરિવારની મહિલા રોજ દારૂ પી પોતાના પતિ સાથે કરતી એવું કામ કે...
વિદ્યાર્થીનાં આઇકાર્ડ પરથી તેની ઓળખ કરવામાં આવી હતી. તે મુળ કચ્છના અંજારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જો કે તેની પાસે રહેતા આધારકાર્ડમાં સુરેન્દ્રનગરનું સરનામું મળી આવતા પોલીસ પણ વિમાસણમાં મુકાઇ છે. હાલ તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી આરંભી દેવાઇ છે. યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. તેના પરિવારને જાણ કરી દેવામાં આવી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે