અમદાવાદ: ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત અન્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના જામનગર અને દ્વારકામાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે જિલ્લાના જામજોધપુર લાલપુર કાલાવડ તેમજ જામનગર શહેરમાં મોડી સાંજથી એકાએક વરસાદ ધોધમાર ખાબકી પડતા જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની ઘટનાઓ સામે આવી છે.
જામનગર શહેરની કુવા તાજા રાખતો રાજાશાહી સમયના રણમલ તળાવ પણ ભરાઈ જવા પામ્યું છે. જેના કારણે તળાવના દરવાજાઓ ખોલવાની તંત્રને ફરજ પડી છે સાથોસાથ જિલ્લાના ઊંડે એક,આજી 3 તેમજ સસોઈ ડેમ અને રણજીતસાગર ડેમમાં વરસાદના નવા નીરની આવક જોવા મળી રહી છે.
જામનગરમાં ભારે વરસાદે વધુ એક વ્યક્તિનો લીધો ભોગ લીધો છે. જામનગરનાં દોઢિયા ગામે વિજળી પડતા મહિલાનું થયું મોત થયુ છે. વાડી વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મહિલાનું વિજળી પડવાથી મોત થતા વિસ્તારમાં ચકચાર મચી છે. મહત્વનું છે, કે ચાલુ સીઝનમાં વીજળી પડવાથી કુલ ચાર વ્યક્તિના મોત થયા છે.
દ્વારકામાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત
જામનગર સહિત દ્વારકામાં પણ ગત ત્રમ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કરાણે ભાણવડ તથા આસપાસ ગામોમાં બે કલાક માં ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જિલ્લાના વેરાડ નાકા વિસ્તારમાંની ફલકુ નદીમાં પુર જેવી સ્થિતી જોવા મળી હતી. જ્યારે ભાણવડમાં આવેલી નકટી નદી બે કાંઠે જોવા મળી હતી. ભાણવડ શનિવારે દિવસ ગદરમિયાનસાડા પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
ક્યાં પડ્યો કેટલો વરસાદ
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે