મુસ્તાક દલ/જામનગર :કોરોનાનું સંક્રમણ રોકવા એક જ ઉપાય છે, માસ્ક પહેરો અને બને ત્યાં સુધી લોકોના સંપર્કથી દૂર રહો. ટોળામાં ન જાઓ. કામ વગર બહાર ન નીકળો. ગુજરાતમાં આ બે નિયમોનું પાલન ન કરનારા અનેક લોકો રોજેરોજ દંડાય છે. ત્યારે જામનગરના કલેક્ટરે સંક્રમણથી દૂર રહેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો સહાર લીધો હતો. જામનગર જિલ્લા કલેક્ટરે આજે ઓનલાઇન પત્રકાર પરિષદ યોજી હતી. કોરનાના વધતા સંક્રમણને પગલે જામનગર જિલ્લાના કલેક્ટર રવિ શંકરે પત્રકાર પરિષદ યોજીને તમામ પત્રકારોને માહિતી આપી હતી.
તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે, જામનગરમાં હવે લોકડાઉન શક્ય નથી. લોકડાઉનથી ધંધા અને રોજગારને ખૂબ અસર પડે છે. કોરોનાના ભય કરતાં લોકડાઉનનો ભય લોકોમાં વધી જાય છે. કોરોનાનું સંક્રમણને અટકાવવા લોકોનો 100% સાથ-સહકાર જરૂરી છે. જામનગરમાં કોરોનાના ટેસ્ટીંગ માટે ખાનગી લેબોરેટરીઓને તંત્રએ લીલી ઝંડી આપી છે. કોરોના ટેસ્ટીંગની ખાનગી લેબ ખોલવા ઇચ્છતા તબીબો લેબ ખોલી શકશે. જરૂર પડ્યે ખાનગી તબીબોની સેવા લેવામાં આવશે.
તેમણે જામનગરમા કોવિડ કેસ અંગે માહિતી આપી કે, જામનગરમાં અત્યાર સુધી કોવિડ અને નોન-કોવિડથી કુલ 56 મોત નિપજ્યા છે. તો જામનગરમાં અત્યાર સુધી કોરોનાના કુલ 871 પોઝિટિવ કેસ છે. હાલ જીજી હોસ્પિટલનો તબીબી સ્ટાફ પૂરતો ઉપલબ્ધ છે. જીજી હોસ્પિટલમાં 600 અને આયુર્વેદ હોસ્પિટલમાં 200 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. પરંતુ લોકોને સલાહ છે કે તેઓ બિનજરૂરી ઘરની બહાર ન નીકળે. જામનગરમાં કોરોનાનું વધતુ સંક્રમણ ચિંતાનો વિષય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે