મુસ્તાક દલ/જામનગર: જોડિયા તાલુકામાં ફસાયેલા સરકારી અધિકારીઓનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સરકારી અધિકારીઓ માનપર-હીરાપર વચ્ચે ફસાયા હતા. પ્રોબેશન SDM, TDO, ના.મામલતદાર પાણીમાં ફસાયા હતા. ફસાયેલા કુલ 6 વ્યક્તિઓને એરફોર્સે બચાવી જામનગર એરપોર્ટ પર પહોંચાડ્યા હતા.
સવારે સરકારી અધિકારી સ્થિતિનો તાગ મેળવવા ગયા હતા. પાણી વચ્ચે ફસાઈ જતાં તંત્રની મદદ માગવી પડી હતી. વરસાદ પડવાને કારણે જામનગર જિલ્લામાં પૂરની સ્થિતિમાં ફસાયેલા લોકોને એરફોર્સની મદદથી હેલિકોપ્ટરની મદદથી બચાવ કર્યો હતો.
જુઓ LIVE TV :
જામનગર જિલ્લામાં છેલ્લા કેટાલાક સમયથી પડી રહેલા વરસાદને કારણે અનેક જળાશયો અને ડેમો ઓવરફ્લો થયા છે. સારો વરસાદ થવાને કારણે જોડિયા તાલુકામાં 6 જેટલા સરકારી અધિકારી ફસાઇ ગયા હતા. પ્રોબેશન SDM, TDO, ના.મામલતદાર પાણીમાં ફસાયા હતા. ફસાયેલા કુલ 6 વ્યક્તિઓને એરફોર્સે બચાવી જામનગર એરપોર્ટ પર પહોંચાડ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે