મુસ્તાક દલ/જામનગર: જામનગરમાં માતાએ પુત્રને જન્મ આપ્યો તે જ સગી જનેતા સાથે પુત્રએ બળાત્કાર કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ કળિયુગી પુત્રએ જનેતા પર એક વખત નહીં પરંતુ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ બનતા માતાએ હિમંત દાખવીને પોલીસની મદદ લીધી હતી. માતાએ પોલીસ મથકે પોતાના પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે.
ગુજરાતઃ Delhi LGને અમદાવાદ કોર્ટનો મોટો ઝટકો, અમિત શાહ અને અમિત ઠાકર પણ ભરાયા
પોતાના પર વિતેલી આ ઘટનાને લઈ હતપ્રભ બની ગયેલી માતા પોતાના પુત્રને લઈ મૌન રહી હતી. પરંતુ વારંવાર આવી ઘટના બનતા પોતાના નરાધમ પુત્રને સબક શીખવવા માતા મક્કમ બની હતી અને હિંમત દાખવીને ફરિયાદ કરવા માટે જામનગર શહેરના સીટી બી ડિવિઝન પોલીસ મથકે પહોંચી હતી.
PM મોદી ફરી આવી રહ્યા છે ગુજરાત; આ તારીખે સાયન્સ સિટી- સંઘના કાર્યક્રમમાં જશે, જાણો
પોતાના પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મ ગુજારનાર પુત્ર સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. જે સૌ પ્રથમ ભાગી છુટ્યો હતો, પરંતુ પોલીસે તેને શોધી કાઢ્યો છે અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી હતી અને બાદમાં નરાધમ પુત્રને જેલ હવાલે કરવામાં આવ્યો છે. આરોપીના આડોશ પાડોશમાં રહેતા લોકો પણ ઉશ્કેરાયા હતા, અને સમગ્ર વિસ્તારમાં ભારે હલચલ મચી ગઈ છે. પોલીસ પણ સગા પુત્રના આવા દુષ્કૃત્યને લઈને અચંબામાં પડી ગઈ હતી અને આરોપીની વિશેષ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.
ગુજરાતભરમાં ડ્રાય આંખના દર્દીઓમાં વધારો; આંખોને શુષ્ક કરી નાખતી આ બિમારી કેટલી ગંભીર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે