Home> Gujarat
Advertisement
Prev
Next

AC, ગાદલાં, ઓશિકા, પલંગ, કોન્ડમના પેકેટસ...! અનેક યુવતીઓના મોબાઈલ નંબર, વોટ્સએપ ચેટ-અશ્લીલ ફોટા, નિવૃત પોલીસના પુત્રનો મોટો કાંડ

નિવૃત્ત પોલીસનો પુત્ર એસી બસમાં ચલાવતો હતો દેહવ્યાપાર. ગ્રાહકને મિની ટ્રાવેલરમાં પલંગ સહિતની સુવિધા મળતી હતી. રાજસ્થાનથી યુવતી બોલાવી ગ્રાહક પાસેથી રૂ.1 હજાર લેતો. જામનગરના રણજીતનગર વિસ્તારમાં નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રએ દેહવ્યાપાર માટે નવતર પદ્ધતિ અપનાવી

AC, ગાદલાં, ઓશિકા, પલંગ, કોન્ડમના પેકેટસ...! અનેક યુવતીઓના મોબાઈલ નંબર, વોટ્સએપ ચેટ-અશ્લીલ ફોટા, નિવૃત પોલીસના પુત્રનો મોટો કાંડ

Jamnagar News: જામનગરના રણજીત નગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર દેહવ્યાપાર ચલાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. નિવૃત્ત પોલીસનો પુત્ર એસી બસમાં દેહવ્યાપાર ચલાવતો હતો. ગ્રાહકને મિની ટ્રાવેલરમાં પલંગ સહિતની સુવિધા મળતી હતી. આ ઘટનામાં રાજસ્થાનથી યુવતી બોલાવી ગ્રાહક પાસેથી રૂપિયા 1 હજાર લેતો હતો. જામનગરના રણજીતનગર વિસ્તારમાં નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રએ દેહવ્યાપાર માટે નવતર પદ્ધતિ અપનાવતા ચર્ચાનો વિષય બન્યો છે. 

fallbacks

આ ઘટનામાં નિવૃત પોલીસ અધિકારીનો પુત્ર ગ્રાહકોને ટેમ્પો ટ્રાવેલ્સમાં એ.સી., પલંગ ગાદલા સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવતો હતો. આ મામલે પોલીસે દરોડો પાડી ટેમ્પો અને કાર તેમજ રોકડ રકમ વગેરે સહિત નિવૃત પોલીસ પુત્ર ની અટકાયત કરી લીધી છે. જ્યારે અન્ય એક આરોપી ફરાર છે. 

શું છે સમગ્ર ઘટના? 
આ ઘટના વિશે વાત કરવામાં આવે તો રણજીત નગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર અશોકસિંહ ઝાલા ટેમ્પો ટ્રાવેલ્સને પાર્ક કરીને તેમાં કુટણખાનું ચલાવતો હોવાની ઘટના સામે આવી હતી. બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. જેમાં ટેમ્પો ટ્રાવેલ્સની અંદર એક પુરુષ ગ્રાહકને રાજસ્થાનની યુવતી સાથે ઝડપ્યો હતો. 

ટેમ્પોમાં કૂટણખાનું 
પ્રાથમિક માહિતી અનુસાર રાજસ્થાનની યુવતીને બોલાવીને શરીર સુખ માણવા માટેની વ્યવસ્થા ટ્રાવેલ્સમાં કરાતી હતી. રેડ દરમિયાન પાછળનો દરવાજો ખોલીને દિલીપ નામનો શખસ ભાગી છૂટ્યો હતો. મુખ્ય આરોપી અશોકસિંહ પ્રવિણસિંહ ઝાલાની અટકાયત કરતાં ચાર મોબાઈલ મળી આવ્યા હતા. 

પોલીસને રેડ દરમિયાન ટ્રાવેલ્સની અંદર ગ્રાહકો માટે એ.સી.ની વ્યવસ્થા, ઉપરાંત લાકડાની શેટ્ટી રાખીને શરીર સુખ માણવા માટે ગાદલા ઓશિકા તથા કોન્ડોમ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ સિવાય એસી, ગાદલાં, ઓશિકા સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવતી હતી. પોલીસે 20  નંગ કોન્ડમના પેકેટ પણ કબજે કર્યા છે. આરોપી સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956ની વિવિદ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. 

મોબાઈલ ફોનથી ચાલતું નેટવર્ક 
પોલીસે યુવતીની પુછપરછ કરતા જાણવા મળ્યું છે કે યુવતી પોતે રાજસ્થાનના જોધપુરની હોવાની કબૂલાત કરી છે. અશોક સિંહ ઝાલા પુરુષ ગ્રાહકો પાસેથી એક હજાર રૂપિયા લઈને 500 રૂપિયા પોતે રાખતો અને 500 રૂપિયા યુવતીને આપતો હતો. યુવતી પાસેથી પોલીસે 11 હજાર રૂપિયાની રકમ જપ્ત કરી વિકાસ ગૃહમાં પાઠવી. અશોકસિંહ મોબાઈલ ફોનના માધ્યમથી તેનું નેટવર્ક ચલાવતો હતો. મોબાઈલ ફોનમાંથી દેશભરની સંખ્યાબંધ યુવતીઓના મોબાઈલ નંબર વોટ્સએપ ચેટ-અશ્લીલ ફોટા મળી આવ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More