Home> Gujarat
Advertisement
Prev
Next

જામનગર: પોલીસના ત્રાસથી યુવકે ચોકીમાં જ દવા પીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ

શહેરમાં ખંભાળિયા ગેટ પોલીસ ચોકી બહાર યુવાને દવા પીધાની ઘટના સામે આવી છે. જામનગરના કિશાનચોક વિસ્તારમાં રહેતા વિજય નાખવા નામના યુવાને પોલીસે અરજીના કામે બોલાવ્યો હતો. આ પૂર્વે આ યુવાનને પોલીસ દ્વારા માર મારવામાં આવશે તેવી બીકથી પોલીસચોકી બહાર જ માંકડ મારવાની દવા ગટગટાવી અને ફેસબુક પર લાઇવ કર્યું હતું.

જામનગર: પોલીસના ત્રાસથી યુવકે ચોકીમાં જ દવા પીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ

મુસ્તાક દલ/જામનગર: શહેરમાં ખંભાળિયા ગેટ પોલીસ ચોકી બહાર યુવાને દવા પીધાની ઘટના સામે આવી છે. જામનગરના કિશાનચોક વિસ્તારમાં રહેતા વિજય નાખવા નામના યુવાને પોલીસે અરજીના કામે બોલાવ્યો હતો. આ પૂર્વે આ યુવાનને પોલીસ દ્વારા માર મારવામાં આવશે તેવી બીકથી પોલીસચોકી બહાર જ માંકડ મારવાની દવા ગટગટાવી અને ફેસબુક પર લાઇવ કર્યું હતું. 

fallbacks

પ્રાપ્ત થતી વિગત મુજબ તાજેતરમાં વિજયના પરિવારમાં પારિવારિક તેના ભાભી અને પરિવારજનો વચ્ચે ડખ્ખો હતો. જેની પોલીસમાં ફરિયાદ અરજી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અરજીના કામે પોલીસ દ્વારા થતી કાર્યવાહીથી ગીન્નાયો હતો.અને આજે રાત્રે ખંભાળિયા ગેટ પોલીસ ચોકી પાસે આ યુવાન પહોંચ્યો હતો. 

ગુજરાતમાં મેધરાજાની એન્ટ્રી: સુરતમાં કાળા વાદળો છવાયા બાદ વરસાદ શરૂ

પોલીસચોકી બહાર જ દવા ગટગટાવી લીધી હતી. આ ઘટનાને પગલે યુવાનના પરિવારજનોએ તાબડતોબ વિજયને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. જ્યાં વિજય નાખવાની સારવાર ચાલી રહી છે. યુવકે દવા પીતો વિડિયો ફેસબુક પર લાઇવ કર્યો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More