Home> Gujarat
Advertisement
Prev
Next

જામનગર રેગિંગકાંડમા કડક એક્શન લેવાયા, 6 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરાયા

જામનગરની ફિઝીયોથેરાપી કોલેજમાં 28 જેટલા જુનિયર વિદ્યાર્થીઓ સાથે 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓએ આચરેલા રેગિંગકાંડમાં એન્ટી રેગિંગ કમિટી દ્વારા ભોગ બનનારના નિવેદનો બાદ જવાબદાર તમામ વિદ્યાર્થીઓ સામે કડક પગલાં લેવામાં આવ્યાં છે.

જામનગર રેગિંગકાંડમા કડક એક્શન લેવાયા, 6 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરાયા

મુસ્તાક દલ/જામનગર :જામનગરની ફિઝીયોથેરાપી કોલેજમાં 28 જેટલા જુનિયર વિદ્યાર્થીઓ સાથે 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓએ આચરેલા રેગિંગકાંડમાં એન્ટી રેગિંગ કમિટી દ્વારા ભોગ બનનારના નિવેદનો બાદ જવાબદાર તમામ વિદ્યાર્થીઓ સામે કડક પગલાં લેવામાં આવ્યાં છે.

fallbacks

જામનગરની ફિઝિયોથેરાપી કોલેજની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા બીજા વર્ષના 28 જેટલા વિદ્યાર્થીઓ સાથે રેગિંગકાંડમાં એન્ટી રેગીંગ કમિટી દ્વારા 15 વિદ્યાર્થીઓ સામે આકરા પગલાં ભરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે. જેમાં ત્રીજા અને ચોથા વર્ષના 6 વિદ્યાર્થીઓને કાયમી માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરાયા છે. તેમજ 8 વિદ્યાર્થીઓને એક વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. તેમજ 6 વિદ્યાર્થીઓ એક વર્ષ માટે પરીક્ષામાં બેસી શકશે નહિ. જ્યારે તમામ વિદ્યાર્થીઓના પરિણામ જ્યાં સુધી તેમના વર્તનમાં પરિવર્તન ન આવે ત્યાં સુધી અનામત રાખવામાં આવશે.

આ પણ વાંચો : પત્નીએ પતિને જ મૂર્ખ બનાવ્યો, 90 દિવસ પ્રેમીને ઘરમાં રાખ્યો અને મનાવતી રહી રંગરેલિયા

જામનગર ખાતે ફિઝિયોથેરાપી કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સીપાલે જણાવ્યું હતું કે, બોયઝ હોસ્ટેલમાં થયેલા રેગિંગ સંદર્ભે એન્ટી રેગિંગ કમિટી આકરા પાણીએ જોવા મળી હતી અને કુલ 15 વિદ્યાર્થીઓ સામે સજાના ભાગરૂપે જુદા-જુદા આકરાં પગલાં લેવામાં આવ્યાં છે અને 6 વિદ્યાર્થીઓને કાયમી માટે સસ્પેન્ડ કરાયા છે. જ્યારે 8 વિદ્યાર્થીઓને એક વર્ષ માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. ઉપરાંત 6 વિદ્યાર્થીઓ એક વર્ષ માટે પરીક્ષામાં બેસી શકશે નહીં તથા સજા પામનાર તમામ વિદ્યાર્થીઓના પરિવર્તનમાં સુધારો નહિ આવે ત્યાં સુધી તેઓના પરિણામ અનામત રાખવાની પણ ભલામણ કરવામાં આવી છે. શિક્ષણ જગતને લાંછન લગાવતી રેગિંગની ઘટનામાં ભોગ બનનારાઓના નિવેદનના આધારે એન્ટી રેગિંગ કમિટી દ્વારા શુક્રવારે સાંજે તૈયાર કરેલો રિપોર્ટ સોંપી આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ભાજપના નેતાઓને આવુ વર્તન શોભે! અભ્યાસવર્ગના નામે ઠુમકા લગાવીને ડાન્સ કર્યો    

આ રિપોર્ટમાં 15 જેટલા વિદ્યાર્થીઓ ઉપર જુદા જુદા દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે, જે અંગેની જાણ તેમના વડીલોને જાણ કરવામાં આવી હતી. ઉપરાંત રેગીંગ કાંડમાં જવાબદાર વિદ્યાર્થી એક વર્ષ માટે કોઇપણ સ્પર્ધાત્મક કે કોન્ફરન્સમાં ભાગ નહીં લઇ શકે. એન્ટી રેગીંગ કમિટી દ્વારા સોંપાયેલા રિપોર્ટ બાદ દંડાત્મક પગલાં લેવામાં આવશે અને જવાબદાર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીનો આદેશ કરાયા છે તેવી માહિતી ફિઝીયો થેરાપી કોલેજના પ્રિન્સીપાલે ડો.દિનેશ સોરાણીએ માહિતી આપી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More