Home> Gujarat
Advertisement
Prev
Next

Jamnagar: સૌરાષ્ટ્રને શર્મસાર કરતો કિસ્સો, પોલીસ જવાન મહિલા સાથે જાહેરમાં ભાન ભુલ્યો

શહેર ટ્રાફિકથી ધમધમતા દીપક ટોકીઝ વિસ્તારમાં વાહન ટોઇગ કરતા સમયે ટ્રાફિક પોલીસ અને એક દંપત્તી વચ્ચે વાહન ટોઇંગ કરવા મુદ્દે ઘર્ષણ થયું હતું. દંપત્તીનું વાહન ટોઇંગ કરી લેતા દંપત્તીએ પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને મામલો વધારે વણસતા ઝપાઝપી પણ કરી હતી. પોલીસ અને દંપત્તી વચ્ચેની બબાલનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. 

Jamnagar: સૌરાષ્ટ્રને શર્મસાર કરતો કિસ્સો, પોલીસ જવાન મહિલા સાથે જાહેરમાં ભાન ભુલ્યો

જામનગર : શહેર ટ્રાફિકથી ધમધમતા દીપક ટોકીઝ વિસ્તારમાં વાહન ટોઇગ કરતા સમયે ટ્રાફિક પોલીસ અને એક દંપત્તી વચ્ચે વાહન ટોઇંગ કરવા મુદ્દે ઘર્ષણ થયું હતું. દંપત્તીનું વાહન ટોઇંગ કરી લેતા દંપત્તીએ પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને મામલો વધારે વણસતા ઝપાઝપી પણ કરી હતી. પોલીસ અને દંપત્તી વચ્ચેની બબાલનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. 

fallbacks

વર મરો વરની માં મરો પણ ઢોલીના પૈસા ભરો, ગુજરાતની કફોડી સ્થિતિ છતા નિંભર સરકાર ચૂંટણી મુદ્દે અડીયલ

સવારે સાડાઅગિરાય વાગ્યાના અરસામાં જામનગર ટ્રાફિક પોલીસવાને સજુબા ગર્લ્સ હાઇસ્કુલ નજીકથી ટોઇંગ કરવાનું શરૂ કર્યું હતું. તે સમયે દંપત્તીની મોટરસાઇકલ પણ ટોઇંગ કરતા દંપત્તીએ ફરજ પરના ટ્રાફીક જવાન સાથે બોલાચાલી કરી હતી. જેથી ટ્રાફિક પોલીસે યુવકનો કાંઠલો પકડી લીધો હતો અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન યુવક અને તેની પત્નીએ પોલીસ સાથે ઝપાઝપી કરતા મુદ્દો વણસી ગયો હતો. 

રાજકોટમાં કોરોનાની નવી પેટર્ન, "ફેમેલી બન્ચિંગ", એપ્રિલ મહિનામાં સામે આવ્યા આટલા કિસ્સા

જાહેરમાં ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થતા પોલીસ જવાને યુવકને ફડાકા ઝીંક્યા હતા. ત્યાર બાદ પત્નીની હાજરીમાં જ પોલીસ જવાને યુવકને ગંદી ગાળો બોલી હતી જે વીડિયોમાં જોવા મળી રહ્યું છે. રણજીત રોડ જેવા ટ્રાફીકથી સતત ધમધમતા વિસ્તારમાં વાહન ચાલક દંપત્તી અને ટ્રાફિક પોલીસ વચ્ચે વાહનો ટોઇંગ કરવા બાબતે બબાલ થતા લોકોના ટોળા એકત્ર થવા લાગ્યા હતા. જેના કારણે રસ્તા પર ભારે જામ સર્જાયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More