મુસ્તાક દલ/જામનગર: શહેરમાં રોટ્રેટ ક્લબ ઓફ ઈમેજિકાનાના યુવા સભ્યો દ્વારા એક ખૂબ જ ઉત્તમ અને ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને આજના સમયમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થઇ શકે તે માટે એક ખૂબ જ સરાહનીય પહેલ આ યુવાઓ દ્વારા કરવામાં આવી છે. જામનગર શહેરના વિવિધ પાંચ જેટલા સ્થળોએ યુવાનો દ્વારા "ભલાઇનું બોક્સ" નામના એક મોટા બોક્સ પાંચ જુદી જુદી જાહેર જગ્યાએ મુકવામાં આવ્યા છે.
જામનગરના યુવાઓ દ્વારા શરૂ કરવામાં આવેલા આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં અલગ અલગ જરૂરિયાતમંદ લોકો સુધી તેની મદદ થઇ શકે તે માટે ભલાઈના બોક્સ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. હાલ પાંચ સ્થળોએ આ બોક્સ મૂક્યા છે અને આગામી સમયમાં વધુ જગ્યાઓ ઉપર પણ આ ભલાઈના બોક્સ મુકવામાં આવશે.
જુઓ LIVE TV :
જેમાં લોકો પોતાના ઘરમાં રહેલી બિનજરૂરી અને બિન ઉપયોગી ચીજવસ્તુઓ, રમકડા તેમજ પુસ્તકો આ ભલાઈના બોક્સમાં સ્વેચ્છાએ મૂકી શકે છે. અને ત્યારબાદ યુવાનો દ્વારા "ભલાઈના બોક્સ"માં આવેલી વસ્તુઓ અલગ અલગ કરી કપડાં, રમકડા અને પુસ્તકો જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જ્યારે આ પ્રોજેક્ટના પ્રારંભમાં જ લોકોનો સારો એવો સહકાર મળી રહ્યો છે. પ્રારંભિક ધોરણે શહેરના કાશી વિશ્વનાથ મંદિર, તળાવની પાળ, બાલા હનુમાન મંદિર, સાંઇબાબા મંદિર સહિતના પાંચ સ્થળોએ ભલાઈના બોક્સ મૂકવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે