Home> Gujarat
Advertisement
Prev
Next

Paytm ના KYC ના નામે છેતરપિંડી કરતી Jamtara ગેંગ સક્રિય, એક ઝડપાયો

: ટેકનોલોજીના વધતા જતા વ્યાપને પગલે છેતરપિંડીની મોડેસ ઓપરેન્ડી પણ બદલાતી ગઈ છે. પહેલા લોભામણી લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગ હવે  મોબાઈલમાં એક એપ્લિકેશન કે મેસેજ નાખીને ભૂલ કરાવી લાખો રૂપિયા પડાવી જાય છે. ગણતરીની મિનિટોમાં એકાઉન્ટ માં રહેલા રૂપિયા સાફ કરી જાય છે. આવા જ એક શખ્સની ધરપકડ અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે કરી છે. મૂળ ઝારખંડની જામતારા ગેંગ ખુબજ ઓનલાઇન છેતરપિંડી  કરવામાં જાણતી અને કુખ્યાત  છે.

Paytm ના KYC ના નામે છેતરપિંડી કરતી Jamtara ગેંગ સક્રિય, એક ઝડપાયો

મૌલિક ધામેચા/અમદાવાદ :: ટેકનોલોજીના વધતા જતા વ્યાપને પગલે છેતરપિંડીની મોડેસ ઓપરેન્ડી પણ બદલાતી ગઈ છે. પહેલા લોભામણી લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગ હવે  મોબાઈલમાં એક એપ્લિકેશન કે મેસેજ નાખીને ભૂલ કરાવી લાખો રૂપિયા પડાવી જાય છે. ગણતરીની મિનિટોમાં એકાઉન્ટ માં રહેલા રૂપિયા સાફ કરી જાય છે. આવા જ એક શખ્સની ધરપકડ અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે કરી છે. મૂળ ઝારખંડની જામતારા ગેંગ ખુબજ ઓનલાઇન છેતરપિંડી  કરવામાં જાણતી અને કુખ્યાત  છે.

fallbacks

પતિનો 25 લાખનો વીમો પકવવા માટે ભાઇની મદદથી પત્નીએ ફિલ્મી અંદાજમાં કરી નાખી હત્યા

આ ગેંગ કોઈ પણ રીતે લોકોના બેંક એકાઉન્ટ માંથી છેતરપિંડી કરી નાખે છે. અમદાવાદના સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલ ફરિયાદ આધારે તપાસ કરતા સામે આવ્યું કે paytm માં KYC કરવાના બહાને મોબાઈલમાં એનિડેસ્ક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી છેતરપીંડી આચરતા.પકડાયેલ આરોપી ભોલાદાસ હેમલદાસે આજ મોડેશ ઓપરેન્ડી અનેક લોકો સાથે છેતરપીંડી કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. ભોલારામેં બેંક એકાઉન્ટ પોતે હેન્ડલ કરી અલગ અલગ 7 ટ્રાન્જેકશન કરી કુલ 2 લાખ 9 હજારની છેતરપિંડી કરી હતી. 

ગંદા ઈશારા કરનાર યુવકને મહિલાએ ચંપલથી માર માર્યો, સુરતનો video viral

જો કે આ છેતરપિંડીના રૂપિયા જામતારાના એક બેંકમાં રૂપિયા ગયા બાદમાં પોલીસે વધુ તપાસ કરતા ખ્યાલ આવ્યો કે ભોલાદાસ હેમલદાસ નામના આરોપીએ ફ્રોડ કરેલું છે. ત્યાર બાદ પોલીસે તેની ધરપકડ કરી તપાસ શરૂ કરી તો તેને ગુનાની કબૂલાત કરી હતી. તેની પાસેથી પોલીસે એક મોબાઈલ અને અન્ય મુદ્દમાલ પણ કબજે કર્યા છે. મહત્વની વાત એ છે કે સાયબર ક્રાઈમ બ્રાન્ચે થોડા દિવસો પહેલાં પણ અમદાવાદના એક પ્રખ્યાત ધારાશાસ્ત્રી સાથે થયેલ છેતરપિંડીમાં પણ જામતારાના 4 લોકોની ધરપકડ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More