Home> Gujarat
Advertisement
Prev
Next

જસદણ પેટા ચૂંટણી જીતવા કોંગ્રેસનું માઇક્રો પ્લાનિંગ, શું છે મોટો દાવ? જાણો

જસદણ પેટા ચૂંટણી જીતવા કોંગ્રેસનું માઇક્રો પ્લાનિંગ, શું છે મોટો દાવ? જાણો

અમદાવાદ #જસદણ પેટા ચૂંટણી ભાજપ કોંગ્રેસ માટે નાકની લડાઇ બની છે. ભાજપ અહીં કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા ઇચ્છે છે તો કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવાની ફિરાકમાં છે. ભાજપ કોંગ્રેસ બંનેએ જીત માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. જેમાં કોંગ્રેસે આ વખતે મોટો નિર્ણય લીધો છે અને માઇક્રો પ્લાનિંગ કર્યું છે. કોંગ્રેસ દ્વારા ધારાસભ્યો સહિત મોટા નેતાઓને જિલ્લા પંચાયત બેઠક અને ગામડાઓની જવાબદારી સોંપવામાં આવી છે. 

fallbacks

fallbacks

કોંગ્રેસ દ્વારા જાણે પહેલી વખત આટલું માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે. જસદણ બેઠક વિસ્તારમાં કોળી અને પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે. જે પાર પાડવા કોંગ્રેસ દ્વારા અહીંના કોળી અને પાટીદાર મતદારોને આકર્ષવા માટે બંને બાજુથી દિગ્ગજ નેતાઓનો સહારો લીધો છે. કોંગ્રેસે પાટીદાર ધારાસભ્યો વિરજી ઠુમર, પ્રતાપ દૂધાત, બ્રિજેશ મેરજા, ચિરાગ કલસરીયા, લલિત કથીરિયા તેમજ પૂંજા વંશ, સોમાભાઇ પટેલ, રાજેશ ગોહિલ અને ઋત્વિજ મકવાણાને મતદારોને રીઝવવા માટે મેદાનમાં ઉતાર્યા છે. 

જસદણ પેટા ચૂંટણી પહેલા ભડકો... આ પણ વાંચો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More