Home> Gujarat
Advertisement
Prev
Next

VIDEO: 'કંઈ નહીં થાય, તારે કંઇ નવી નવાઇનો છોકરો છે...", ગાયની પૂજા દરમિયાન અમિત શાહે પુત્રને કરી ટકોર

અમિત શાહ જ્યારે તેમના પૌત્રને આરતીનો સ્પર્શ આપી રહ્યા હતા, ત્યારે જય શાહ થોડા પીછેહઠ કરતા જોવા મળ્યા હતા. આ જોઈને અમિત શાહે મીઠો ઠપકો આપતાં કહ્યું- કંઈ નહીં થાય, તારો કઈ નવાઈનો છોકરો છે.

VIDEO: 'કંઈ નહીં થાય, તારે કંઇ નવી નવાઇનો છોકરો છે...

Amit Shah-Jay Shah Viral Video: ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતમાં છે. મકરસંક્રાંતિના અવસર પર તેઓ અમદાવાદમાં પતંગ ઉડાવતા જોવા મળ્યા હતા. આ પહેલા તેઓ પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં પૂજા કરતા જોવા મળ્યા હતા. એ દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રીએ ગાય માતાની પૂજા પણ કરી હતી, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં અમિત શાહ તેમના પુત્ર અને ICC અધ્યક્ષ જય શાહને મીઠો ઠપકો આપતા જોઈ શકાય છે. આ વીડિયો જોઈને લોકો કહી રહ્યા છે કે પિતાના ઠપકાથી કોઈ બચી શકશે નહીં, પછી ભલે તે ICCના ચેરમેન જ કેમ ના હોય...

fallbacks

જય શાહને પિતાનો મીઠો ઠપકો
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે પૂજા કરી રહ્યા છે. આ દરમિયાન જય શાહે તેમના પુત્રને ખોળામાં લીધો છે. ગાય માતાની આરતી બાદ અમિત શાહ તેમના પૌત્રને આરતીનો સ્પર્શ કરાવે છે, એ દરમિયાન જય શાહ એક રક્ષણાત્મક પિતાની જેમ તેમના પુત્રને થોડો પાછો ખેંચે છે, જેના પર અમિત શાહ ગુજરાતીમાં કહે છે, "કંઈ નહીં થાય...તારે કંઇ નવી નવાઇનો છોકરો છે...".

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)

VIRAL વીડિયો પર આવી લોકોની કોમેન્ટ
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે, જેના પર લોકો અલગ-અલગ પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું, "પિતા હંમેશા ઘરના બોસ હોય છે. તેમને કોઈ ફરક નથી પડતો કે દીકરો ICC ચેરમેન છે કે પ્રમુખ! દરેક ભારતીય પરિવારની જેમ." અન્ય એક યુઝરે કહ્યું કે, "ભારતીય પિતા સૌથી પ્રેમાળ હોય છે."

અમિત શાહનો ગુજરાત પ્રવાસ
આપને જણાવી દઈએ કે ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસના ગુજરાત પ્રવાસ પર છે. ગઈકાલે કલોલ શહેરમાં રૂપિયા 194 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. ગુરુવારે (16 જાન્યુઆરી) ગૃહમંત્રી મહેસાણા જિલ્લાના વડનગરમાં સ્થિત પ્રેરણા શાળાનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ શાળામાં અભ્યાસ કર્યો હતો. શાળાનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. હવે તે પ્રેરણા સ્કૂલ તરીકે ઓળખાશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More