મૌલિક ધામેચા/અમદાવાદ: ગુજરાત ATSએ અમદાવાદના દસક્રોઈ વિસ્તારમાંથી એક નક્સલવાદીની ધરપકડ કરી છે. ઝારખંડના ધનબાદમાં બોમ્બ બ્લાસ્ટના ગુનામાં ઝડપાયેલ નકસલી છેલ્લાં 6 વર્ષથી વોન્ટેડ હતો. આરોપી સીતારામ માંઝી નક્સલવાદી ક્રાંતિકારી કિસાન કમિટી સંસ્થા સાથે જોડાયેલો હતો.
વર્ષ 2014માં લોકસભા ઇલેક્શનમા પોતાના નક્સલવાદીઓ સાથે રહી પોલીસ જીપને પણ ઉડાવી દીધી હતી. અને ત્યારબાદ ઝારખડથી ફરાર થઈ નાસ્તો ફરતો હતો. જો કે, ગુજરાત ATSએ ચોક્કસ બાતમીના આધારે તેને પકડી લેવામાં સફળતા મળી છે. ઉલ્લેખનીય છેકે આરોપી સીતારામ માંઝી પર ઝારખંડ સરકારે 1 લાખનુ ઈનામ પણ જાહેર કર્યુ હતું. હાલ ATS દ્વારા આરોપીને ઝારખંડ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે