Home> Gujarat
Advertisement
Prev
Next

આનંદો! ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોની બદલીને લઈ મોટી જાહેરાત, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ?

Gujarat Teachers Transfer Camp:રાજ્ય સરકાર દ્વારા મુખ્ય શિક્ષકના જિલ્લા અરસ-પરસ બદલીના હુકમો કરવા માટે પણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં 31 માર્ચ 2022થી પાંચ વર્ષ પૂર્ણ કરેલ મુખ્ય શિક્ષકોની અરજી ધ્યાને લેવાનું જણાવવામાં આવ્યું છે. 

આનંદો! ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોની બદલીને લઈ મોટી જાહેરાત, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ?

Gujarat Teachers Transfer Camp: શિક્ષકો માટે દિવાળી પહેલા સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા  શિક્ષકોની બદલી કેમ્પની તારીખ જાહેર કરવામાં આવી છે. રાજ્યના શિક્ષકો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. શિક્ષકોની અરસ પરસ બદલીના કેમ્પની તારીખો જાહેર કરવામાં આવી છે. 

fallbacks

જિલ્લા આંતરીક બદલી 20-10-2022થી 29-10-22 સુધી યોજાશે. તો ઓનલાઈન બદલીનો પ્રથમ તબક્કો 20-11-2022એ યોજાશે. જ્યારે ઓનલાઈન બદલીનો બીજો તબક્કો 23-11-22થી થશે. તો જિલ્લા ફેર બદલી કેમ્પ 6-12-2022ના રોજ યોજાશે. રાજ્ય સરકાર દ્વારા મુખ્ય શિક્ષકના જિલ્લા અરસ-પરસ બદલીના હુકમો કરવા માટે પણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં 31 માર્ચ 2022થી પાંચ વર્ષ પૂર્ણ કરેલ મુખ્ય શિક્ષકોની અરજી ધ્યાને લેવાનું જણાવવામાં આવ્યું છે. 

fallbacks

સરકારે જાહેર કરેલાં કાર્યક્રમ 
20 ઓક્ટોબર 2022થી 29 ઓક્ટોબર 2022 સુધી વધ-ઘટ કેમ્પ
જિલ્લા આંતરિક બદલી બે તબક્કામાં યોજાશે. 
પ્રથમ તબક્કો 2 નવેમ્બરથી શરૂ થઈ 20 નવેમ્બર સુધી ચાલશે.
બીજો તબક્કો 23 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી યોજાશે. 
ઉપરાંત જિલ્લા ફેરબદલી કેમ્પ 6 ડિસેમ્બરથી શરૂ થઈ 8 ડિસેમ્બર સુધી યોજશે.

fallbacks

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગના તા. 14/10/22ના ઠરાવથી સુધારા બદલી નિયમો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગના તા 1/4/22 અને 14/10/22 ના બદલી ઠરાવની જોગવાઈઓને આધીન પ્રાથમિક શિક્ષક, વિદ્યા સહાયકના વધ-ઘટ કેમ્પ, જિલ્લા આંતરીક અરસ-પરસ બદલી કેમ્પ, જિલ્લા આંતરીક ઓનલાઈન બદલી કેમ્પ અને જિલ્લા ફેરબદલી કેમ્પની તારીખો જાહેર કરવામાં આવી હતી.

fallbacks

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા આ પહેલા 3 એપ્રિલના રોજ શિક્ષકોની જિલ્લાફેર બદલીને લઈ મોટી જાહેરાત કરવામાં આવી હતી, જેમાં શિક્ષકોની બદલીના નિયમમાં ફેરફાર કરવાનો નિર્ણય લઈ શિક્ષકોની બદલીની સમય મર્યાદા ઘટાડી 5 વર્ષ કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More