અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) માં મોટાપાયે મેટ્રો પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત અમદાવાદનો જીવરાજ પાર્ક (jivraj park) ફ્લાયઓવર આજ રાતથી મેટ્રોની કામગીરી માટે બંધ કરવામાં આવનાર છે. આજે 6 જુલાઈ રાતના 10 વાગ્યાથી લઈને 10 જુલાઈ રાત સુધી આ ફ્લાય ઓવર તમામ વાહનવ્યવહાર માટે બંધ રહેશે.
મેટ્રો રેલ ( Metro rail)નું કામ ચાલવાનું હોઈ અમદાવાદીઓ આાગામી પાંચ દિવસ સુધી જીવરાજ પાર્ક પુલનો ઉપયોગ નહિ કરી શકે. ટ્રાફિક (traffic) વિભાગ દ્વારા અપાયેલી માહિતી અનુસાર, આ ફ્લાય ઓવર 6 જુલાઈથી 10 જુલાઈ દરમિયાન બંધ રહેશે. જેથી લોકોને પરિવહન માટે અન્ય રસ્તાઓનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે.
આ પણ વાંચો : વડોદરામાં SOG પીઆઈના પત્ની એક મહિનાથી ગુમ, શોધવા પેમ્ફ્લેટ પણ છપાવ્યા
આ કામગીરી માટે ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે. વેજલપુર રોડ - બલિયાદેવ મંદિર ત્રણ રસ્તા - વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ - ટીઓઆઈ પ્રેસ રોડ અથવા માણેકબાગ ચાર રસ્તા - ધરણીધર ચાર રસ્તા - સીવી રમન રોડ જીવરાજ પાર્ક સુધી પહોંચાડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે