Home> Gujarat
Advertisement
Prev
Next

હાર્દિકની ચૂંટણી લડવાની અરજી પર જજે કહી દીધું, ‘નૉટ બિફોર મી...’

 કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે હાઈકોર્ટમાં અરજી કરી હતી જેને લઈને સુનાવણી પહેલા જ જસ્ટિસ આર.પી ધોલરીયાએ અરજી નૉટ બીફોર મી કરી દીધી છે. જેને લઈને હવે આ કેસ અન્ય કોઈ જસ્ટિસને ટ્રાન્સફર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડી શકે તે માટે વિસનગર કોર્ટનો સજાનો હુકમ મોકુફ રાખવા હાઈકોર્ટમાં આ અરજી કરવામાં આવી છે. 

હાર્દિકની ચૂંટણી લડવાની અરજી પર જજે કહી દીધું, ‘નૉટ બિફોર મી...’

અતુલ તિવારી/અમદાવાદ : કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે હાઈકોર્ટમાં અરજી કરી હતી જેને લઈને સુનાવણી પહેલા જ જસ્ટિસ આર.પી ધોલરીયાએ અરજી નૉટ બીફોર મી કરી દીધી છે. જેને લઈને હવે આ કેસ અન્ય કોઈ જસ્ટિસને ટ્રાન્સફર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડી શકે તે માટે વિસનગર કોર્ટનો સજાનો હુકમ મોકુફ રાખવા હાઈકોર્ટમાં આ અરજી કરવામાં આવી છે. 

fallbacks

હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી લડવા માટે વિસનગર કોર્ટનો સજાનો હુકમ મોકૂફ કરવા હાઇકોર્ટમાં અરજી કરાઈ હતી. જેની આજે સુનવણી થઈ હતી. રિપ્રેઝન્ટેશન ઓફ પિપલ્સ એક્ટ પ્રમાણે જેલની સજા ભોગવી રહેલા વ્યક્તિને ચૂંટણી લડવામાં કાયદાકીય મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાર્દિક કોઈ અવરોધો વિના લોકસભાની ચૂંટણી લડી શકે તે માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. તો બીજી તરફ, ગઈકાલે ગુજરાત આવેલ રાહુલ ગાંધીએ હાર્દિક ચૂંટણી લડશે અને જીતશે પણનું નિવેદન પણ આપ્યું છે. ત્યારે હાર્દિક હવે ચૂંટણી લડવાની તૈયાર સાથે કાનૂની લડત પણ આપી રહ્યો છે.

જસ્ટિસ આર.પી.ધોલરીયાએ હાર્દિક દ્વારા કરવામાં આવેલી અરજી નોટ બી ફોર મી કરી છે. ત્યારે હવે હાર્દિકની અરજી અન્ય કોઈ જસ્ટિસની કોર્ટમાં હવે ટ્રાન્સફર કરવામાં આવશે. એક્ટિંગ ચીફ જસ્ટિસ અનંત દવે અન્ય કયા જસ્ટિસને કેસ સોંપાવો તે અંગે નિર્ણય લેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More