Home> Gujarat
Advertisement
Prev
Next

Junagadh: બાટવા પોલીસ સ્ટેશનના મહિલા PSI અને તેમના સ્ટાફ પર હુમલો, 19 લોકો સામે ગુનો દાખલ

પ્રાપ્ત વિગત અનુસાર બાટવા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ સહિતનો સ્ટાફ એક યુવકના ઘરે તપાસ કરવા ગયા હતા. આ દરમિયાન પોલીસની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

Junagadh: બાટવા પોલીસ સ્ટેશનના મહિલા PSI અને તેમના સ્ટાફ પર હુમલો, 19 લોકો સામે ગુનો દાખલ

જુનાગઢઃ જુનાગઢ જિલ્લાના બાટવા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈના સ્ટાફ પર હુમલાની ઘટના બની છે. રાત્રી દરમિયાન પેટ્રોલિંગ સમયે પાદરડી ગામમાં પીએસઆઈની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં પથ્થરમારો કરી પોલીસની ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. એક યુવકના ઘરે પોલીસ તપાસ કરવા ગઈ ત્યારે આ ઘટના બની હતી. પોલીસની ગાડીમાંથી રોકડ રકમની ચોરી પણ કરવામાં આવી છે. 

fallbacks

પ્રાપ્ત વિગત અનુસાર બાટવા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ સહિતનો સ્ટાફ એક યુવકના ઘરે તપાસ કરવા ગયા હતા. આ દરમિયાન પોલીસની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તો પોલીસની ગાડીમાં રહેલા મહિલા પીએસઆીના પર્સમાંથી 4 હજાર રૂપિયાની ચોરી પણ કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ અમિત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ગર્ભવતી મહિલાઓ માટે 'પૌષ્ટિક લાડુ વિતરણ યોજના'નો પ્રારંભ કરાવ્યો 

એક યુવક અને યુવતીએ લવ મેરેજ કર્યા હતા. આ બાબતે યુવકના ઘરે તપાસ માટે પોલીસની ટીમ પહોંચી હતી. આ સમયે લોકોએ પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો હતો, જેમાં ગાડીના કાચ પણ તૂટી ગયા હતા. રાત્રીના સમયે પીએસઆઈ દ્વારા માણાવદર, વંથલી પોલીસને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. પોલીસે પાદરડી ગામના 19 લોકો વિરુદ્ધ રાયોટિંગ અને ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કર્યો છે. હાલ તો આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More