Home> Gujarat
Advertisement
Prev
Next

રમતા રમતા કિશોર પડ્યો કૂવામાં, જુઓ રેસ્ક્યૂ Video

રમતા રમતા કિશોર પડ્યો કૂવામાં, જુઓ રેસ્ક્યૂ Video

જૂનાગઢના ઈશાપુર ગામે કિશોર કુવામાં પડતાં રેસ્ક્યુ કરી બચાવી લેવાયો હતો. અચાનક રમતા રમતા કિશોર કૂવામાં પડ્યો હતો. આ અંગે કિશોરના પિતાએ 108ને જાણ કરતાં 108ની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી રેસ્ક્યુમાં જોડાઈ હતી. અંતે ભારે જહેમત બાદ 80 ફૂટ ઉંડા કૂવામાંથી રેસ્ક્યુ કરી કિશોરને બહાર કાઢવામાં આવ્યો હતો. કિશોરને સામાન્ય ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 

fallbacks

fallbacks

જુનાગઢ ના ઇશાપુર ગામે રહેતો 8 વર્ષનો કરણ સુરેશભાઈ સુમિતા નામનો કિશોર તેના ઘર પાસે રમી રહ્યો હતો, ત્યારે તે અચાનક પાસે આવેલ કૂવામાં પડ્યો હતો. આ કૂવો 80 ફૂટ ઊંડો હતો. આ મામલે ગામના સરપંચે તાત્કાલિક 108ને જાણ કરી હતી. જેથી ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કુવામાં પડેલ કિશોરને યુદ્ધના ધોરણે કામગીરી કરીને બહાર કઢાયો હતો. જોકે, કિશોરને જલ્દી જ બહાર કાઢવામાં લોકોને સફળતા મળી હતી, અને તેને રેસ્ક્યૂ કરાયો હતો. કિશોર હેમખેમ બહાર આવતા તેના માતાપિતાને પણ હાશકારો થયો હતો. કિશોરને સારવાર માટે તાત્કાલિક જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. હાલ બાળકની તબિયત સારી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More