Junagadh News : ગુજરાત કોંગ્રેસના એક નેતાએ આ દિવસોમાં રાજ્યમાં સનસનાટી મચાવી દીધી છે. કોંગ્રેસના નેતા રાજેશ સોલંકી જૂનાગઢ શહેર એસસી/એસટી યુનિટના પ્રમુખે ગોંડલના ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજાના રાજીનામાની માંગ કરી છે. તેમણે કહ્યું કે ધારાસભ્યના પતિની પણ ધરપકડ થવી જોઈએ, નહીં તો તેઓ મુસ્લિમ ધર્મ અપનાવી લેશે
કોંગ્રેસના જૂનાગઢ શહેર એસસી/એસટી સેલના પ્રમુખ રાજેશ સોલંકીએ મોટી જાહેરાત કરી છે. તેણે કહ્યું છે કે જો તેને ન્યાય નહીં મળે તો તે તેના આખા પરિવાર સાથે ઈસ્લામ અંગીકાર કરી લેશે. મે મહિનામાં ભાજપના ધારાસભ્ય ગીતા જાડેજાના પુત્ર દ્વારા રાજેશ સોલંકીના પુત્ર પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. રાજેશે કહ્યું કે જો ગુજરાતની ભાજપ સરકાર ધારાસભ્યના રાજીનામાની અને તેમના પતિની ધરપકડની માંગ નહીં સ્વીકારે તો તેઓ ચૂપ બેસી રહેશે નહીં. તેણે કહ્યું કે તે દલિત સમુદાયમાંથી આવે છે પરંતુ તેનો આખો પરિવાર અને તેના કેટલાક અન્ય લોકો ઈસ્લામ ધર્મ અપનાવશે.
કોંગ્રેસના જૂનાગઢ શહેર એસસી/એસટી સેલના પ્રમુખ રાજેશ સોલંકી દલિત સમાજની અનૌપચારિક સંસ્થા જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના વડા પણ છે. તેમના પુત્ર સંજય સોલંકી કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ ભારતીય રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘના નેતા છે.
કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
ગોંડલના ભાજપના ધારાસભ્ય ગીતા જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્ય સિંહ ઉર્ફે ગણેશની સંજય પર કથિત હુમલાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. બુધવારે રાજેશ સોલંકીએ જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીએ જઈને રાજ્ય સરકાર પાસેથી ધર્મ પરિવર્તનની પરવાનગી મેળવવા અરજીઓ એકઠી કરી હતી.
8 જુલાઈના જૂનાગઢ અને મોટી મોણપરી ખાતે આયોજિત અનુસૂચિત જાતિ સંમેલન કાર્યક્રમ બાબતે દલિત સમાજ અગ્રણી રાજુ સોલંકીએ સામુહિક ધર્મ પરિવર્તનની ચીમકી આપી છે. ગાંધીનગર તેમની માંગ નહી સ્વીકારાય તો 100 થી વધુ પરિવાર ઇસ્લામ ધર્મ અંગીકાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. MLA ગીતાબા જાડેજાનું રાજીનામુ નહી લેવાઈ તો ઇસ્લામ ધર્મ અંગીકાર કરી લેવાની વાત કરી છે. ત્યારે તેઓ પ્રદેશ પ્રમુખ પાટીલ સમક્ષ આવેદન આપી રજુઆત કરશે. તેમજ 15 ઓગસ્ટ રજુઆત કરવા ગાંધીનગર જશે તેની સત્તાવાર જાહેર 8 જુલાઈના સંમેલનમાં કરાશે.
અમેરિકાની ચૂંટણી બની લોહિયાળ : ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો, સીધી કાન પાસે વાગી ગોળી
હિન્દુ હોવા છતાં આ દેશમાં અત્યાચાર થાય છે
રાજુ સોલંકીએ કહ્યું હતું કે, આજે અમે જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે ધર્મ પરિવર્તન કરવા માટે ફોર્મ લેવા આવ્યા છીએ. છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે ત્યારે 5000થી વધુ એસસી એસટી સમાજ પર અત્યાચાર થયા છે. જેને લઇ હિન્દુ ધર્મથી કંટાળી હું મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા જઈ રહ્યો છું. અમારી જ્યારે પેટા જાતિ પૂછવામાં આવે ત્યારે હિન્દુ લખાવીએ છીએ. પરંતુ હિન્દુ હોવા છતાં પણ અમારા પર આ દેશમાં અત્યાચાર થઈ રહ્યા છે. ત્યારે આજે અમે 150 વધુ પરિવારો મુસ્લિમ ધર્મ અંગીકાર કરશું.
ગણેશ ગોંડલ સામે થઈ હતી ફરિયાદ
રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીને માર મારી અપહરણના મામલે પોલીસે ગોંડલ સ્થિત ભાજપના આગેવાન જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની ગઈ કાલ રાતે ધરપકડ કરી હતી. જૂનાગઢમાં અનુસૂચિત જાતિના યુવાનને અપહરણ કરીને માર મારવાના કેસમાં મુખ્ય આરોપી અને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશની ધરપકડ કરવામાં આવી હતી. ગણેશ સહિતના આરોપી સામે કલમ 307, એટ્રોસિટી અને રાયોટિંગ સહિતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મહાભારતનું પુસ્તક લાવતા જ બિગ-બીના ઘરમાં કંઈક એવું થયું કે તાત્કાલિક દાન કરી દીધું
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે